જણાવીએ કે, મીટૂ કેમ્પેઈન અંતર્ગત તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર લગાવેલ ગંભીર આરોપ બાદ હાલમાં બોલિવૂડમાં જાતીય શોષણના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે.
2/4
અભિજીતે આગળ કહ્યું કે, મને નથી ખબર કે કોની વિરૂદ્ધ પગલા લવ. સાથે જ હું કોઈ એક વ્યકિત તરફ ધ્યાન શા માટે આપું, જે મારા માટે મહત્ત્વપૂર્ણ નથી. તમારે મહત્ત્વ આપવું હોય તો આપો. હવે જે પણ લોકો સામે આવી રહ્યા છે તે ખરાબ અને કદરૂપા છે. કોઈ જાડા છે તે કોઈ પાતળા છે.
3/4
મહિલાના આ આરોપો પર હવ અભિજીત ભટ્ટાચાર્યનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેણે આ તમામ આરોપોને નકાર્યા છે. અભિજીતે કહ્યું, જે સમયની આ ઘટના બતાવવામાં આવી રહી છે ત્યારે તો મારો જન્મ પણ થયો ન હતો. હું તો મારા જીવનમાં ક્યારેય પબ પણ નથી ગયો. તમને હું ક્યારેય પેજ 3 પર નજર નથી આવ્યો કારણ કે હું પાર્ટીઓમાં નથી જાતો. મારું નામ વેચાય છે, જો તેનાથી કોઈને ફાયદો થાય છે તો સારું છે. પરંતુ માના નામ પર કોઈ રોટલા શેકે તે સારું નથી.
4/4
નવી દિલ્હીઃ કૈલાશ ખેર બાદ હવે સિંગર અભિજીત ભટ્ટાચાર્ય પર બણ જાતીય શોષણનો આરોપ લાગ્યો છે. એક પૂર્વ ફ્લાઈટ અટેન્ડેન્ટે અભિજીત પર જાતીય શોષણ અને ગાળો આપવાનો આરોવ લગાવ્યો છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, આ ઘટના 20 વર્ષ પહેલા કોલકાતાના એક પબમાં બની હતી. મહિલાએ આરોપ લગાવ્યો કે અભિજીતે તેને માત્ર ગાળો જ ન આપી પરંતુ કાન પર કિસ કરવાનો પ્રયત્ન પણ કર્યો.