શોધખોળ કરો
Advertisement
સુશાંત ડ્રગ્સ કેસમાં 4 હોટ એક્ટ્રેસ સહિત કઈ 7 યુવતીને અપાયાં સમન્સ ? કોને ક્યારે પૂછપરછ માટે હાજર થવા કરાયું ફરમાન ?
સુશાંતની મેનેજર રહેલ શ્રુતિ મોદીને પણ આજે એનસીબીએ પૂછપરછ માટે બોલાવી છે.
મુંબઈઃ ડ્રગ્સ કેસમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંબાટા સહિત સાત લોકોને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. આગામી ત્રણ દિવસમાં આ લોકોએ તેમનું નિવેદન નોંધાવવું પડશે.
રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંબાટા આજે NCB સમક્ષ રજૂ થશે. દીપિકા પાદુકોણ મુંબઈમાં નથી, અભિનેત્રી 25 સપ્ટેમ્બરે એનસીબી સમક્ષ હાજર થઈ શકે છે. શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન 26 સપ્ટેમ્બરે એનસબી સમક્ષ હાજર થશે.
સુશાંતની મેનેજર રહેલ શ્રુતિ મોદીને પણ આજે એનસીબીએ પૂછપરછ માટે બોલાવી છે. આ ઉપરાંત દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશને પણ તપાસ માટે બોલાવવામાં આવી હતી પરંતુ તેણે તબીયત ખરા હોવાનું કહીને થોડ સમય માગ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, તેને શુક્રવાર સુધીમાં હાજર થવામાં છૂટ આપવામાં આવી છે. એનસીબીના સૂત્રો અનુસાર પ્રકાશના વ્હોટ્સએપ ચેટમાં ડ્રગ્સ વિશે વાતચીત મળી છે.
સુશાંત સિંહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર જયા શાહની એક કથિત ચેટમાં D અને K નામનો ઉલ્લેખ છે. એનસીબી સુત્રો અનુસાર, D નો મતલબ છે દીપિકા પાદુકોણ અને K નો મતબલ છે કરિશ્મા (જયાની એસોસિએટ) છે. દીપિકાના નામ પર ચર્ચા થયા બાદ બૉલીવુડ ક્વિન કંગના રનૌતે પણ પ્રતિક્રિયા આપી હતી.
કંગનાએ ટ્વીટ કર્યુ મારા પછી દોહરાવો, અવસાદ નશીલી દવાઓના દુરપયોગનુ પરિણામ છે. તો જે ઉચ્ચ સમાજામાં અમીર સ્ટાર બાળકોના ઉત્તમ દરજ્જાના હોવાનો દાવો કરવામાં આવે છે, અને તેની સારી પરવરીશ થાય છે, તે પોતાના મેનેજરને પુછે છે માલ ક્યા હૈ....
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion