શોધખોળ કરો
Advertisement
બોલિવૂડના આ એક્ટરની પત્નીએ શેર કરી ‘અશ્લીલ’ તસવીર, ફેન્સે લઈ લીધો ઉધડો
ગૌરી ખાને એક જાણીતા પેન્ટરની પેઇન્ટિંગની તસવીર પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી.
નવી દિલ્હીઃ ગ્લેમરની દુનિયામાં હોવાને કારણે સેલિબ્રિટીઝ હંમેશા લાઈમલાઈટમાં રહેતા હોય છે. પરંતુ એક બાજુ સેલિબ્રિટીને વાહવાહી મળે છે તો બીજી બાજુ કેટલાક મુદ્દાઓ પર ટ્રોલ પણ થવું પડે છે. હાલમાં ગૌરી ખાન પણ સોશિયલ મીડિયા પર જબરદસ્ત ટ્રોલિંગનો ભોગ બની છે. ટ્રોલ થયા બાદ ગૌરીએ પોસ્ટ ડિલીટ કરી દીદી છે.
ગૌરી ખાને એક જાણીતા પેન્ટરની પેઇન્ટિંગની તસવીર પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીર સોશિયલ મીડિયા યૂઝર્સને પસંદ ન આવી અને તને અશ્લીલ ગણાવતા ગૌરી પર ફડક્યા હતા. આ તસવીરને લઈને ગૌરી ખાનની પોસ્ટ પર અનેક અભદ્ર કોમેન્ટ આવી હતી.
એક યુઝરે લખ્યું કે, શાહરૂખનું નામ બદનામ ન કરો અને આને તરત જ ડિલીટ કરો. બીજા ફેને લખ્યું, મેડમ હું જાણવા માંગુ છું કે તમે ઘણાં જ ખુલ્લા અને મોર્ડન વિચારોની મહિલા છો પરંતુ આવી તસવીર ઘરમાં લગાવવી તે તમારી ભૂલ છે. શાહરૂખનું નામ ખરાબ થઇ શકે છે, તે સાચ્ચો પ્રેમી છે અને આ અશ્લીલતાની હદ છે.
ગૌરી ખાનની આ પોસ્ટને લઈને સોશિયલ મીડિયામાં યૂઝર્સનો ગુસ્સો જોઈને અંતે તેણે પેઇન્ટિંગવાળી પોસ્ટ ડિલિટ કરવાની ફરજ પડી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement