શોધખોળ કરો
Advertisement
ગુજરાતની કઈ ફેમસ સિંગરે શોધી લીધો પોતાનો જીવનસાથી? કોણ છે તે યુવાન? નામ જાણીને ચોંકી જશો
ઐશ્વર્યાએ મુલ્કરાજ સાથેનો ફોટો પોસ્ટ કરતાં જ તેના પ્રસશંકોએ અભિનંદનનો વરસાદ કરી દીધો હતો. તેની આ પોસ્ટ પર થોડાં જ કલાકોમાં 5 હજારથી લાઈક્સ અને 650થી વધુ કોમેન્ટ આવી ચૂકી હતી. આ મુલ્કરાજ કોણ છે તે જાણવા લોકો બહુ જ ઉત્સુક છે.
અમદાવાદઃ ગુજરાતની લોકપ્રિય ગાયિકા ઐશ્વર્યા મજમુદાર પર હાલ અભિનંદનની વર્ષા થઈ રહી છે. ઐશ્વર્યાએ પોતાનો જીવનસાથી શોધી લીધો છે. ઐશ્વર્યાએ મુલ્કરાજ સાથે ફેસબુક પર એક ફોટો પોસ્ટ કરીને પોતાના રિલેશનશિપની જાહેરાત કરી છે. આ બંન્નેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
ઐશ્વર્યાએ મુલ્કરાજ સાથેનો ફોટો પોસ્ટ કરતાં જ તેના પ્રસશંકોએ અભિનંદનનો વરસાદ કરી દીધો હતો. તેની આ પોસ્ટ પર થોડાં જ કલાકોમાં 5 હજારથી લાઈક્સ અને 650થી વધુ કોમેન્ટ આવી ચૂકી હતી. આ મુલ્કરાજ કોણ છે તે જાણવા લોકો બહુ જ ઉત્સુક છે.
ઐશ્વર્યાએ સોશિયલ મીડિયામાં મુલ્કરાજ સાથેની તસવીર શેર કરીને કહ્યું હતું કે, પ્રેમની શોધ એ હજી શરૂઆત છે અને સ્વીકૃત્તિની શોધ એ સ્થિર છે. શાંતિની શોધ એ આશીર્વાદ છે અને મેં તેને શોધી લીધો છે. મને ઘર મળ્યું છે. હું ઘણી જ ખુશ છું કે તેને મારા જીવનના એક ભાગ તરીકે મારી દુનિયામાં આ વાત શેર કરું છું.
મૂળ વડોદરાનો મુલ્કરાજ હાલમાં પરિવાર સાથે દુબઈમાં રહે છે. તે અહીંયા CKG ઈન્ટરનેશનલ કંપનીમાં ડિરેક્ટર છે. પરિવારમાં પિતા, માતા ચંદ્રિકાબેન, બહેન મેઘા તથા ભાઈ જય છે. મુલ્કરાજના માતા પણ આ જ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છે. એટલું જ નહીં મુલ્કરાજને સંગીત પણ રસ છે.
ઐશ્વર્યા મજમુદારે ગુજરાતી ફિલ્મો ઉપરાંત બોલિવૂડની અનેક ફિલ્મોમાં સોંગ ગાયા છે. જેમાં ‘પ્રેમ રતન ધન પાયો’, ‘એક પહેલી લીલા’, ‘હરી પુત્તર’ જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેના સ્ટેજ શો અને વીડિયો આલ્બમ પણ એટલા જ હિટ રહે છે.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement