શોધખોળ કરો
Advertisement
હવે ભારતીય આર્મીએ કરેલા સર્જિકલ સ્ટ્રાઇક પર બનશે ફિલ્મ, જાણો કોણ બનાવશે
મુંબઈ: ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ અને યૌન શોષણના આરોપોમાં ઘેરાયેલા રામ રહિમ એમએસજી-ધ વોરિયર લાયન હાર્ટ હિટ ફિલ્મ બનાવ્યા બાદ હવે સર્જિકલ સ્ટ્રાઈક પર ફિલ્મ બનાવવા જઈ રહ્ય છે. એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં બાબા રામ રહિમે ચોંકાવનારો ખૂલાસો કર્યો હતો. બાબા રહિમે કહ્યું તે જલ્દીથી સર્જિકલ સ્ટ્રાઈક પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે.
ઉરી હુમલા બાદ ભારતીય સેના તરફથી પીઓકેમાં કરવામાં આવેલી સજિકલ સ્ટ્રાઈક અને ત્યારબાદ પૂરાવાને લઈને મચેલી હડકંપ પર બનનારી આ ફિલ્મનું નામ ‘હિંદ કા ના’પાક કો જવાબ’ હશે. રામ રહિમના જણાવ્યા અનુસાર સર્જિકલ સ્ટ્રાઈકના પૂરાવાઓ માંગનારાને સેનાની આગળ લઈ જવામાં આવશે જેના કારણે તેમને પૂરાવાની સાથે સર્જિકલ સ્ટ્રાઈકની નિશાની પણ મળે. બાબ રામ રહિમે કહ્યું તેમને આ ફિલ્મનો આઈડિયા પત્રકારોના સવાલો પરથી આવ્યો. આ ફિલ્મમાં બાબા એક ટોપ સીક્રેટ એજંટના રોલમાં જોવા મળશે અને આ ફિલ્મ આગામી ત્રણ મહિનામાં રિલીઝ થશે. બાબા રામ રહિમે પાકિસ્તાનને આતંકવાદનું બિજુ નામ ગણાવ્યુ હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion