શોધખોળ કરો
Advertisement
હાર્દિક પંડ્યા સાથે સગાઇ કરનારી એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિચ કોણ છે? અજય દેવગણ સાથે કરી ચૂકી છે કામ
નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હાર્દિક સાથેના સગાઈનો ફોટો અને વીડિયો શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે, હંમેશા માટે હા.
મુંબઈ: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સર્બિયન મૉડલ અને એક્ટ્રેસ નતાશા સાથે દુબઈમાં સગાઈ કરી લીધી છે. બન્ને છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા.
હાર્દિકે 31 ડિસેમ્બરે 2019ના રોજ સોશિયલ મીડિયા પર પોતાના રિલેશનશિપ અંગે ખુલાસો કર્યો હતો અને તેના આગલા દિવસે 1 જાન્યુઆરીના દિવસે નતાશા સાથે સગાઈ કરી લીધી છે. હાર્દિકે નતાશાના ફિલ્મી અંદાજમાં પ્રપોઝ કર્યો હતો. જેને વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
સર્બિયામાં જન્મેલી નતાશાએ 2010માં મિસ સ્પોર્ટ્સ સર્બિયાનો ખિતાબ જીત્યા બાદ એક્ટિંગ અને ડાન્સના કેરિયરમાં ઝંપલાવ્યું હતું. આ સપનાને પૂરા કરવા માટે 2012માં બૉલિવૂડમાં પગ મુક્યો હતો. તેના એક વર્ષ બાદ ફિલ્મ સત્યાગ્રહમાં આઈટમ નંબર ‘હમરી અટરિયા’થી ચર્ચામાં આવી હતી. નતાશા એક સર્બિયન મૉડલ રહી ચુકી છે. તે સલમાન ખાનના બિગ બોસની 8મી સિઝનમાં ચાર અઠવાડિયા બાદ શોમાંથી બહાર થઈ ગઈ હતી. જો કે બીગ બોસ સીઝન -8થી તેને નવી ઓળખ મળી હતી.View this post on InstagramMai tera, Tu meri jaane, saara Hindustan. ???????? 01.01.2020 ❤️ #engaged
આ સિવાય નતાશા નચ બલિયે-9માં પણ જલવો દેખાડી જુકી છે. તે સમયે હાર્દિકે નતાશા માટે વૉટ પણ માંગ્યા હતા. આ સિવાય તેણે ડિજેવાલે બાબુ ગીત પર પણ ધમાલ મચાવ્યો હતો.View this post on Instagram
નતાશા અર્જૂન રામપાલની ફિલ્મ ‘ડેડી’માં નજર આવી ચુકી છે. ડેડીમાં તેણે એક આઈટમ સોન્ગમાં ડાન્સ કર્યો હતો. નતાશા ફુકરે રિટર્સનના ‘ઓ મેરી મેહબૂબા’ ગીતમાં પણ નજર આવી ચુકી છે. ( તમામ તસવીર -ઈન્સ્ટાગ્રામ)View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement