Happy Birthday: એક નાની ચાલીમાં પસાર થયુ હતુ કૉમેડિયન Johnny Leverનું બાળપણ, ગરીબીમાં વેચતો હતો પેન
પોતાની કૉમેડીથી તમામ દર્શકોને હંસાવી હંસાવીને લોટપોટ કરનારો એક્ટર જૉની લિવર (Johnny Lever) નો જન્મ આજના જ દિવસે એટલે કે 14 ઓગસ્ટ, 1957ના રોજ થયો હતો.
Happy Birthday, Johnny Lever Life Facts: પોતાની કૉમેડીથી તમામ દર્શકોને હંસાવી હંસાવીને લોટપોટ કરનારો એક્ટર જૉની લિવર (Johnny Lever) નો જન્મ આજના જ દિવસે એટલે કે 14 ઓગસ્ટ, 1957ના રોજ થયો હતો. જૉની લિવરનો પરિવાર ખુબ ગરીબ હતો, જે મુંબઇની એક નાના ચાલીમાં રહેતો હતો. પિતા દારુ પીવાના આદી હતા, અને દારુ પીને મારામારી અને ઝઘડા કરતા હતા. એક દિવસ એવો પણ આવ્યો કે તેમની ફેમિલીને મુંબઇના સ્લમ એરિયામાં શિફ્ટ થવુ પડ્યુ હતુ. દારુણ ગરીબીથી પરેશાન જૉની લિવર બાળપણમાં જ સ્કૂલથી આવીને ચાલીમાં બર્થડે પાર્ટી ફન્કશનમાં નાના નાના શૉ કરવાનુ શરૂ કરી દીધો હતો.
65 વર્ષીય કૉમેડિયન જૉની લિવરનો જન્મ 14 ઓગસ્ટ, 1957ના રોજ કાનીગીરીમાં થયો હતો, જૉની લિવરનુ આખુ નામ જૉન પ્રકાશ રાવ જાનુમાલા છે, તેની પત્નીનુ નામ સુજાતા લિવર છે. જૉની લિવરને બે બાળકો છે, જીમી લિવર અને જેસી લિવર.
જૉની લિવર એક દિવસ ગરીબીથી તંગ આવીને ઉદાશ બેઠો હતો, ત્યારે તેના એક સિન્ધી દોસ્તે કહ્યું કે હું પેન વેચુ છુ, તુ પણ વેચ આનાથી કંઇક કમાણી થઇ જશે. ત્યારે જૉની લિવરે પેન વેચવાનુ શરૂ કરી દીધુ તે પણ પોતાના કૉમેડિયનના અંદાજમાં, આનાથી તે કમાણી કરવા લાગ્યો હતો. બાદમાં જૉની લિવર 18 વર્ષનો થયો તો તેના પિતાએ તેને હિન્દુસ્તાન લિવર કંપનીમાં નોકરી લગાવી દીધો.
View this post on Instagram
કંપનીમાં જૉની લિવરનુ કામ લેબરનુ હતુ, પરંતુ તેનુ મન નહતુ લાગતુ અને કંપનીમાંથી છુટ્ટી લઇને તે કૉમેડી શૉ કરવા ચાલ્યો જતો. આ દરમિયાન એક દિવસે તેના પિતાએ 3 હજાર લોકોના ભરેલા શૉમાં જૉની લિવરના શૉને જોયો, તો ખુશ થઇ ગયા. લોકો જૉની લિવરના શૉમાં હંસી હંસીને લોથપોથ થઇ ગયા, આ સમયે યૂનિયન લીડરે જૉની લિવરે વધાવ્યો અને, તેનુ નામ ત્યારથી તેને જૉની લિવર રાખી લીધુ, આમ જૉન રાવ જૉની લિવર બની ગયો. આ પછી તેને ફિલ્મ બાઝીગરમાં પોતાની કૉમેડી કરીને બધાને ચોંકાવી દીધા હતા.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
--
આ પણ વાંચો......
Ukai Dam : ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પર, ડેમના 12 દરવાજા ખોલી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી
Monkeypox Cases In India: હવે દેશમાં મંકીપોક્સના કેસની સંખ્યા થઈ આટલી, જાણો ક્યાં કેટલા કેસ
Sanjay Raut: જાણો જેલમાં કેવી રીતે સમય પસાર કરી રહ્યાં છે સંજય રાઉત, કઈ કઈ સુવિધાઓ મળી છે?
India-China: 'અમે ચીનને ભારતીય ક્ષેત્રમાં ઘૂસવા દીધુ નથી', સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું મોટુ નિવેદન
Independence Day 2022: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, જેણે બંધારણના મૂળભૂત માળખાનો સિદ્ધાંત આપ્યો