શોધખોળ કરો
Advertisement
ફિલ્મ 'ગલી બોય' જોઈ હોલીવૂડ સ્ટાર વિલ સ્મિથે અભિનેતા રણવીર સિંહની કરી પ્રશંસા
મુંબઈ: હોલીવૂડ અભિનેતા વિલ સ્મિથે બોલીવૂડ અભિનેતા રણવીર સિંહની નવી ફિલ્મ ગલી બોયમાં તેના પ્રદર્શનની પ્રશંસા કરી છે. જોયા અખ્તરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ગુરૂવારે વેલેન્ટાઈન્સ ડે પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે આલિયા ભટ્ટ પણ જોવા મળી હતી. આ ફિલ્મને આલોચકો અને પ્રશંસકો બંને તરફથી પ્રશંસા મળી રહી છે.
ફિલ્મમાં રણવીર સિંહને આવનારા સમયનો રેપર બતાવવામાં આવ્યો છે જે પોતાની જીંદગી પર ગીત બનાવી મુંબઈના રસ્તાઓ પર ગાઈને પોતાના સપનાઓ પુરા કરવા માટે નિકળ્યો છે. વિલ સ્મિથે ઈન્સ્ટાગ્રામ પેજ પર રણવીરને ફિલ્મને લઈને શુભકામનાઓ પાઠવી છે. તેમણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના એક વીડિયોમાં કહ્યું, 'યો રણવીર, શુભકામનાઓ, તેમે જે કર્યું તે મને ખૂબ પસંદ આવ્યું. ગલી બોય'.
વિલ સ્મિથે કહ્યું, મે ઓલ્ડ સ્કૂલ હિપ હોપ જોયું છે, સમગ્ર વિશ્વનું હિપ હોપ જોયું છે. મને આ પસંદ આવી રહ્યું છે. ખૂબ જ શુભકામનાઓ. આ ફિલ્મનું નિર્દેશન જોયા અખ્તરે કર્યું છે. રિતેશ સિદ્ધવાની અને ફરહાન અખ્તરે તેના નિર્માતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement