ઋતિક-ટાઈગરની ‘વૉર’ ફિલ્મની કમાણી નૉનસ્ટૉપ, બૉક્સ ઓફિસ પર તોડ્યા આ 10 રેકોર્ડ્સ
વોર ફિલ્મ ઋતિક-ટાઈગના કેરિયરની સૌથી સફળ અને હાઈએસ્ટ ગ્રૉસિંગ ફિલ્મ બની ગઈ છે. ફિલ્મ 300 કરોડની કમાણી તરફ આગળ વધી રહી છે.

- વૉર ફિલ્મે પ્રથમ દિવસે 53.35 કરોડ રૂપિયાની કમાણી કરી ધમાકેદાર ઓપનિંગ કરી હતી. આ કમાણી સાથે આ ફિલ્મ સૌથી મોટી ઓપનિંગ મેળવનારી બૉલિવૂડની ફિલ્મ બની ગઈ છે. વોર ફિલ્મે આમિર ખાનની ઠગ્સ ઓફ હિંદોસ્તાનને પછાડી હિંદી સિનેમાની હાઈએસ્ટ ઓપનર ફિલ્મ બની ગઈ છે. - - આ ફિલ્મ ઋતિક રોશન અને ટાઈગર શ્રોફના કેરિયરની પણ સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ છે. - વૉર ટાઈગર શ્રોફના કેરિયરની સૌથી સફળ ફિલ્મોમાં સામેલ છે. આ ફિલ્મ ટાઈગરની હાઈએસ્ટ ઓપનર ફિલ્મ છે.#War witnesses the normal weekday decline... Goes past ₹ 275 cr... Next target: ₹ 300 cr... #War [#Hindi; Week 2] Fri 7.10 cr, Sat 11.20 cr, Sun 13.20 cr, Mon 4.40 cr. Total: ₹ 264.40 cr. Including #Tamil + #Telugu: ₹ 276.40 cr. #India biz.
— taran adarsh (@taran_adarsh) October 15, 2019
- આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડાયરેક્ટ કરી હતી. જે તેમના કેરિયરની પણ બિગેસ્ટ ઓપનર ફિલ્મ પણ છે. - આ ફિલ્મ નેશનલ હૉલિડે પર રિલીઝ થયેલી ફિલ્મોમાં પણ સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. - યશરાજ બેનર હેઠળ બનેલી આ પાંચમી ફિલ્મ છે જેણે માત્ર ત્રણ જ દિવસોમાં 100 કરોડનો આંકડો પાર કરી દીધો છે. - આ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.#War surpasses *lifetime biz* of #KabirSingh... Now highest grossing film of 2019... [#Hindi; Week 2] Fri 7.10 cr, Sat 11.20 cr, Sun 13.20 cr, Mon 4.40 cr, Tue 3.90 cr. Total: ₹ 268.30 cr. Including #Tamil + #Telugu: ₹ 280.60 cr. #India biz.
— taran adarsh (@taran_adarsh) October 16, 2019
- વોર ફિલ્મ આ વર્ષની સૌથી ઝડપી 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મારનાર ફિલ્મ બની ગઈ છે. આ પહેલા ‘કબીર સિંહે’ 13માં દિવસ જ્યારે ‘ભારત’ 14માં દિવસે 200 કરોડની કમાણીનો આંકડો પાર કર્યો હતો. - આ ફિલ્મ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈકની કમાણીને પછાડીને 2019ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ઉરીનો લાઈફટાઈમ કલેક્શન 244 કરોડ છે. - વોર ફિલ્મે ઋતિક રોશન, ટાઈગર શ્રૉફ સિવાય યશરાજ ફિલ્મ્સને પણ ગર્વ લેવાનો અવસર આપ્યો છે. વૉર યશરાજ બેનરની હાઈએસ્ટ ઓપનર ફિલ્મ છે.Top 5 *highest grossing* #Hindi films - 2019 releases...
— taran adarsh (@taran_adarsh) October 16, 2019
1. #War [still running]
2. #KabirSingh
3. #Uri
4. #Bharat
5. #MissionMangal#India biz.
Note: As on 15 Oct 2019.





















