શોધખોળ કરો
ઋતિક રોશનની ‘સુપર 30’ ફિલ્મની બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ, જાણો પહેલા દિવસે કેટલા કરોડની કરી કમાણી
ફિલ્મ ‘સુપર 30’ એ બૉક્સ ઓફિસ પર પ્રથમ દિવસે શાનદાર ઓપનિંગ કરી છે. ઋતિકની ફિલ્મને સેલેબ્સ અને ચાહકો તરફથી સારો પ્રતિભાવ મળી રહ્યો છે.

મુંબઈ: બૉલિવૂડ એક્ટર ઋતિક રોશનની ફિલ્મ ‘સુપર 30’ શુક્રવારે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મે બૉક્સ ઓફિસ પર પ્રથમ દિવસે શાનદાર ઓપનિંગ કરી છે. ઋતિકની ફિલ્મને સેલેબ્સ અને ચાહકો દ્વારા સારો પ્રતિભાવ મળી રહ્યો છે.
રિપોર્ટ પ્રમાણે ફિલ્મ ‘સુપર 30’ એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 12 કરોડની કમાણી કરી લીધી છે. ઓડિયન્સને આ ફિલ્મ ખૂબજ પસંદ આવી રહી છે. ફિલ્મને મળી રહેલા રિસ્પોન્સને જોતા કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ વિકેન્ડ અને આવનારા દિવસોમાં સારી કમાણી કરી શકે છે. આ શુક્રવારે કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઈ નથી. એવામાં ફિલ્મનો બોક્સ ઓફિસ પર સારો ફાયદો મળી તેવી સંભાવના છે. આ ફિલ્મનું બજેટ 85 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહ્યું છે. ઋતિક રોશનની ફિલ્મ ‘સુપર 30’ બિહારના મેથમેટિશિયન આનંદ કુમારની રિયલ લાઇફ પર આધારિત છે. ફિલ્મમાં આનંદ કુમારની ભૂમિકા ઋતિક રોશન ભજવી રહ્યો છે. આ ફિલ્મને વિકાસ બહલે ડાયરેક્ટ કરી છે.
રિપોર્ટ પ્રમાણે ફિલ્મ ‘સુપર 30’ એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 12 કરોડની કમાણી કરી લીધી છે. ઓડિયન્સને આ ફિલ્મ ખૂબજ પસંદ આવી રહી છે. ફિલ્મને મળી રહેલા રિસ્પોન્સને જોતા કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ વિકેન્ડ અને આવનારા દિવસોમાં સારી કમાણી કરી શકે છે. આ શુક્રવારે કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઈ નથી. એવામાં ફિલ્મનો બોક્સ ઓફિસ પર સારો ફાયદો મળી તેવી સંભાવના છે. આ ફિલ્મનું બજેટ 85 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહ્યું છે. ઋતિક રોશનની ફિલ્મ ‘સુપર 30’ બિહારના મેથમેટિશિયન આનંદ કુમારની રિયલ લાઇફ પર આધારિત છે. ફિલ્મમાં આનંદ કુમારની ભૂમિકા ઋતિક રોશન ભજવી રહ્યો છે. આ ફિલ્મને વિકાસ બહલે ડાયરેક્ટ કરી છે. વધુ વાંચો





















