શોધખોળ કરો
ઋતિક રોશન બન્યો 2019નો સૌથી સેક્સી એશિયન પુરુષ
લંડનમાં બુધવાર જાહેર કરેલા આ પોલના આંકડામાં ઋતિકે આ ખિતાબ જીત્યો છે. બ્રિટિશ ન્યૂઝ વીકિલી ઇસ્ટર્ન આઈએ 45 વર્ષીય ઋતિકને સેક્સિએસ્ટ એશિયન પુરુષની યાદીમાં ટોપ પર સ્થાન આપ્યું છે.
![ઋતિક રોશન બન્યો 2019નો સૌથી સેક્સી એશિયન પુરુષ Hrithik Roshan sexiest Asian male of the 2019 ઋતિક રોશન બન્યો 2019નો સૌથી સેક્સી એશિયન પુરુષ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/04235215/hritik.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: બોલિવૂડના સુપરસ્ટાર ઋતિક રોશન માટે આ વર્ષ ખુબજ ખાસ રહ્યું છે. તેમની ફિલ્મ વૉર અને સુપર 30એ દેશની સાથે વિદેશમાં પણ પોતાની સારી છાપ છોડી છે. વોર ફિલ્મ ઋતિકના કેરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ રહી છે. ઋતિકે હાલમાં જ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
ઋતિક રોશનને ‘સેક્સિએસ્ટ એશિયન મેલ ઑફ 2019’ ખિતાબ જીત્યો છે. લંડનમાં બુધવાર જાહેર કરેલા આ પોલના આંકડામાં ઋતિકે આ ખિતાબ જીત્યો છે. બ્રિટિશ ન્યૂઝ વીકિલી ઇસ્ટર્ન આઈએ 45 વર્ષીય ઋતિકને સેક્સિએસ્ટ એશિયન પુરુષની યાદીમાં ટોપ પર સ્થાન આપ્યું છે. ઋતિકે આ સ્થાન દુનિયાભરમાં થયેલા વોટિંગ બાદ હાંસલ કર્યું છે. આ વખતે તેને ડબલ વોટથી સ્થાન મેળવ્યું છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, ઋતિકે આ ખિતાબ જીતવા પર કહ્યું કે, હું તમામનો આભાર માનવા માંગું છું. જેમણે મારા માટે વોટ કર્યા. ઋતિકે કહ્યું કે હું કોઈને પણ તેના લૂક પરથી જજ નથી કરતો તેથી મે ખુદ મારા લુક પર પણ ક્યારે ધ્યાન નથી આપ્યું. મને કોઈ પણ વ્યક્તિની જર્ની, કહાની આકર્ષિત કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
ગેજેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)