Health Tips: કોઈ વરદાનથી કમ નથી ઉનાળામાં આ ફળનું સેવન,અનેક સમસ્યાથી આપશે છૂટકારો
Health Tips: ઉનાળાની ઋતુ શરૂ થવા જઈ રહી છે. આ ઋતુમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ ઋતુમાં અનેક બીમારીઓ થવાનો ભય રહે છે, સ્વાસ્થ્ય પ્રત્યે થોડી બેદરકારી તમને બીમાર કરી શકે છે.

Health Tips: ઉનાળાની ઋતુ શરૂ થવા જઈ રહી છે. આ ઋતુમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ ઋતુમાં અનેક બીમારીઓ થવાનો ભય રહે છે, સ્વાસ્થ્ય પ્રત્યે થોડી બેદરકારી તમને બીમાર કરી શકે છે. એવામાં તમે કેટલાક ફળો ખાઈને શરીરને હાઈડ્રેટ રાખી શકો છો.
ગરમીની સિઝનમાં સાકર ટેટીનું સેવન કરો
ગરમીની સિઝનમાં સાકર ટેટીને અમૃત સમાન મનાય છે. તે શરીરને હાઇડ્રેટ રાખે છે. 100 ગ્રામ સાકર ટેટી લેવાથી 0.8 પ્રોટીન મળે છે. તેમાં 95ટકા પાણી છે. જે શરીરને હાઇડ્રેઇટ રાખવામાં મદદરૂપ થાય છે. તેમાં રહેલું પોટેશિયમ થકાવટને દૂર કરે છે.
સાકર ટેટીનું નિયમિત સેવન કરવાથી હૃદય સંબંધિત બીમારીઓથી બચી શકાય છે. સાકર ટેટીમાં ફોલિક એસિડ જોવા મળે છે, તે રક્તવાહિનીઓમાં લોહીના ગંઠાઈ જવા અથવા ગંઠાઈ જવાને રોકવામાં મદદરૂપ છે. તેના ઉપયોગથી હૃદયને સ્વસ્થ રાખી શકાય છે.
આંખોની રોશની માટે હિતકારી છે
આંખો માટે સક્કર ટેટી ખૂબ ઉપયોગી છે. આંખોના મહત્વના હિસ્સા એવા રેટિનાનો ઉંમર વધતાં ઘસારો થાય છે.. સક્કર ટેટીમાં ઝેક્સેન્થીન નામનું એન્ટિ-ઓક્સિડન્ટ આવેલું છે, જે આ ઘસારાને અટકાવે છે. દિવસમાં બેથી ત્રણવાર સાકર ટેટી ખાવાથી આંખનો આ ઘસારો થતો અટકે છે. સાકર ટેટીમાં બીટા કેરાટીન છે, જે આંખોની રોશની માટે હિતકારી છે.
સાકર ટેટી લેવાથી સ્કિન ગ્લોઇંગ બને છે
આ ફળ સ્કિને હાઇડ્રેઇટ રાખે છે. રોજ એક વાટકી સાકર ટેટી લેવાથી સ્કિન ગ્લોઇંગ બને છે. સ્કિનનું મોશ્ચર બની રહે છેત હેર માટે આ એક કુદરતી કન્ડીશનર છે. એસિડીટીની સમસ્યામાં પણ રામબાણ ઇલાજ છે.
પાચનતંત્રમાં સુધાર
સાકર ટેટી રેસાયુક્ત અને પાણીથી ભરપૂર હોવાથી પાચન સંબંધિત સમસ્યામાં પણ એક ઔષધ સમાન છે. સાકર ટેટીના સેવનથી કબજિયાતની સમસ્યા દૂર કરી શકાય છે.
કિડની સ્ટોનમાં આપે છે રાહત
જો તમે કિડની સ્ટોનની સમસ્યાથી પરેશાન છો તો પણ સાકર ટેટી ઉપકારક છે. સાકર ટેટીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અને ઓક્સિકેઈન હોય છે જે કિડનીની પથરીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. સાકર ટેટી ખાવાથી શરીર સ્વસ્થ રહે છે અને વાઈરસ, બેક્ટેરિયલ ઈન્ફેક્શનના જોખમથી દૂર રહી શકાય છે. તરબૂચમાં વિટામિન સી છે. તેના ઉપયોગથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકાય છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાત કે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )




















