Shahrukh Khan Son Aryan Khan Release : આર્યન ખાન 27 દિવસ બાદ આખરે જેલમાંથી મુક્ત, મન્નતમાં ખુશીનો માહોલ
27 દિવસ બાદ આખરે આજે આર્યન ખાન જેલમાંથી મુક્ત થયો. પુત્ર આર્યન ખાનને લેવા માટે શાહરૂખ ખાન આર્થર રોડ જેલ પહોંચ્યાં હતા
Shahrukh Khan Son Aryan Khan Release : 27 દિવસ બાદ આખરે આજે આર્યન ખાન જેલમાંથી મુક્ત થયો. પુત્ર આર્યન ખાનને લેવા માટે શાહરૂખ ખાનના બોડી ગાર્ડ jરવિ આર્થર રોડ જેલ પહોંચ્યાં હતા
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન આજે 27 દિવસ બાદ મુંબઈની આર્થર રોડ જેલમાંથી બહાર આવ્યો. શાહરૂખ ખાનના બોડી ગાર્ડ આર્યનને લેવા માટે આર્થર રોડ જેલની બહાર પહોંચ્યાં હતા. ગઇ કાલે જુહી ચાવલા આર્યનની જમાનતી બની હતી અને સિયોરિટી આપી હતી
મન્નત બહાર આવો છે માહોલ
મન્નતની બહાર ફેન્સની ભીડ જોવા મળી રહી છે. ફેન્સ આર્યનને વેલકમ કરવા એકઠા થઇ ગયા હતા. એક સાધુ બાબા પણ અહીં મન્નતના ગેટ પાસે પહોંચ્યાં હતા અને તે હનુમાન ચાલીસાના પાઠ કરતાં જોવા મળ્યાં હતા.
જામીન મળ્યાં બાદ એક દિવસનો કેમ થયો વિલંબ?
સુપર સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન કુલ 27 દિવસ બાદ ઘરે પરત ફરી રહ્યાં છે. મન્નતમાં ખુશીનો માહોલ છે.NDPS કોર્ટેના જજે આર્યન ખાનના વકીલને પૂછ્યું ડિટેલ ઓર્ડર તો તેના જવાબમાં સતીષ માનશિંદે જણાવ્યું કે, અમારી પાસે ઓપરેટિવ ઓર્ડર છે. જામીન માટે ડિટેલ ઓર્ડરની કોપીકોર્ટમાં સબમિટ કરવી જરૂરી છે. જજે જણાવ્યું હતું કે, કોર્ટમાં 5:30 પહેલા ડિટેલ કોપી જમા કરવાની રહેશે નહિ તો આર્યનની જામીનમાં મુશ્કેલી આવી શકે છે. જો કે તેવું જ થયું હતું આ કોપી સમયસર ન પહોંચતા તેમને આજે જામીન મળ્યાં છે.
જમાનતીના રૂપે ગઇકાલે જૂહુ ચાવતા હાજર રહી હતી અને તેમણે આર્યનની જામીન માટે સ્યોરિટી આપી હતી. જુહુ ચાવલા આ દરમિયાન માસ્ક ઉતારીને મુસ્કરાતી જોવા મળી હતી.
જામીનના સમાચાર મળતાં આર્યને શું આપ્યું રિએકશન
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન, મોડલ મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટને બોમ્બે હાઈકોર્ટે ડ્રગ્સ કેસમાં જામીન આપ્યા છે. આર્યન મુંબઈની આર્થર રોડ જેલમાં કે હતા. આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને NCB ટીમે 2 ઓક્ટોબરના રોજ ક્રૂઝમાંથી અટકાયતમાં લીધા હતા. જાણીએ જયારે જેલમાં રહેલા આર્યન ખાનને જામીન અંગે જાણ કરવામાં આવી ત્યારે તેની પ્રતિક્રિયા શું હતી.
જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, જેલના સળિયા પાછળ રહેલા આર્યન ખાનને સાંજે 6 વાગ્યે ભોજન આપતી વખતે તેની જામીન અંગે જાણ કરવામાં આવી હતી. જામીનના સમાચાર સાંભળીને આર્યન ખાન ખડખડાટ હસી પડ્યો અને તેણે જેલ સ્ટાફને 'થેંક્સ' કહ્યું. જોકે માહિતી સામે આવી છે કે આર્યન ખાને ડિનર ન હતું લીધું.
એવી માહિતી પણ મળી રહી છે કે, લગભગ 21 દિવસ જેલમાં રહ્યા બાદ આર્યન ખાનની બેરેકના કેટલાક કેદીઓ સાથે ઓળખાણ થઈ છે. આર્યન ખાને આ કેદીઓના પરિવારને આર્થિક મદદ કરવાનું વચન આપ્યું છે. આ સાથે તેમને કેદીઓ સામે ચાલી રહેલા કેસોમાં મદદ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.