(Source: ECI/ABP News/ABP Majha)
ભારત રત્ન લતા મંગેશકર પંચતત્વમાં વિલીન થયા, રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર
Lata Mangeshkar Death: મુંબઇમાં હોસ્પિટલમાં 29 દિવસની સારવાર દરમિયાન લત્તા મંગેશકરનું નિધન
LIVE
Background
Lata Mangeshkar Death Live: શિવાજી પાર્કમાં જ્યાં લતા દીદીના પાર્થિવ દેહને રાખવામાં આવશે. શિવાજી પાર્કમાં A D બનાવવામાં આવ્યો છે, જેમાં પરિવારના સભ્યો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ મોદી લતા દીદીના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ પરિવારજનોને મળશે. પીએમ બાદ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી પણ તેમના વતી શ્રદ્ધાંજલિ આપશે. તેમની અંતિમયાત્રામાં લગભગ 8 પંડિતો હાજરી આપશે.
લતા મંગેશકરના પાર્થિવ દેહને શિવાજી પાર્ક લઈ જવામાં આવી રહ્યો છે. રસ્તામાં તેના ચાહકોની ભારે ભીડ રસ્તાઓ પર જોવા મળી રહી છે. દરેક વ્યક્તિ તેની એક છેલ્લી ઝલક મેળવવા માટે પાછળ ચાલી રહ્યાં છે. સામાન્ય લોકો પણ તેમને શિવાજી પાર્કમાં જોઈ શકશે. શિવાજી પાર્કમાં સાંજે સાડા છ વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
[tw]
#WATCH मुंबई: भारत रत्न लता मंगेश्कर के पार्थिव शरीर को अंतिम संस्कार के लिए शिवाजी पार्क ले जाया जा रहा है। pic.twitter.com/vs28h2WP1K
— ANI_HindiNews (@AHindinews) February 6, 2022
[/tw]
લતા મંગેશકરની અંતિમ વિદાય
લતા મંગેશકરની અંતિમ વિદાય વખતે લતા દીદીના હજારો ચાહકો અને પરિવારના સભ્યો ત્યાં હાજર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શાહરૂખ ખાન અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લતા દીદીને શ્રદ્ધાંજલિ આપી.
લતા દીદીના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર
ભારતરત્ન લતા મંગેશકરના રવિવારે મુંબઈના શિવાજી પાર્કમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના ભત્રીજા આદિનાથ દ્વારા તેમને મુખાગ્નિ આપવામાં આવી. આ પ્રસંગે લતા દીદીના હજારો ચાહકો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. લતા દીદીના અંતિમ સંસ્કારમાં ફિલ્મ જગતથી લઈને રાજકીય અને રમત જગતની હસ્તીઓ પણ સામેલ થઈ હતી.
પીએમ મોદીએ લતા દીદીને શ્રદ્ધાંજલિ આપી
શાહરૂખ ખાને શ્રદ્ધાંજલિ આપી હતી
ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાને લતા મંગેશકરના અંતિમ દર્શન કર્યા હતા અને તેમના માટે પ્રાર્થના કરી હતી. તેઓ લતા મંગેશકરના પાર્થિવ દેહ પાસે ઊભા રહ્યા અને થોડીવાર તેમના માટે પ્રાર્થના કરી અને પછી ત્યાંથી નીચે ઉતર્યા. તેમના સિવાય સચિન તેંડુલકર અને મધુર ભંડારકરે પણ લતા દીદીને શ્રદ્ધાંજલિ આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિવાજી પાર્ક પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિવાજી પાર્ક પહોંચ્યા છે. તેમનો કાફલો લગભગ 6.20 વાગ્યે શિવાજી પાર્ક પહોંચ્યો હતો. પીએમ મોદી સ્વર કોકિલા લતા મંગેશકરના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે અને તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપશે.