શોધખોળ કરો
કેન્સર સામે જંગ જીતીને બૉલીવુડમાં કમબેક કરવા તૈયાર થયો આ સ્ટાર એક્ટર, ફેન્સ સાથે શેર કર્યો ખાસ મેસેજ
મુંબઇઃ એક રેયર પ્રકારના કેન્સર સામે ઝઝૂમી રહેલો એક્ટર ઇરફાન ખાન હવે ધીમેધીમે ઠીક થઇ રહ્યો છે. રિપોર્ટ અનુસાર, તે પોતાની આગામી ફિલ્મનુ શૂટિંગ શરૂ કરવાનો છે. છેલ્લા એક વર્ષથી તે બૉલીવુડ અને જાહેર જીવનમાંથી ગુમ થઇ ગયો હતો.
મંગળવારે ઇરફાન ખાને લગભગ એક વર્ષ બાદ મીડિયા સામે પોતાનો પૉઝ આપ્યો અને તેની તસવીરો ફેન્સને ખુબ પસંદ પણ આવી. ઇરફાને પોતાના કઠીન સફરની એક પૉસ્ટ શેર કરી છે.
ઇરફાને પૉસ્ટ લખી, ''ઘણીવાર આપણે જીતવાના ચક્કરમાં એ ભુલી જઇએ છીએ કે પ્રેમ કેટલો જરૂરી છે. પણ આપણી અલોજનિયતા આપણને વારંવાર એ યાદ અપાવતી રહે છે. જિંદગીના આ રસ્તાં પરથી ગુજરતા મે મારા પગની છાપ છોડી છે. આ સફરમાં તમારા તરફથી મળેલા પ્રેમ અને સપોર્ટનો હું આભારી છું. આ પ્રેમે મારા ઘાને ભરવા માટે ખુબ મદદ કરી. હું પાછો તમારી પાસે આવી ગયો છું અને હું તમારા બધા પ્રેમ માટે દિલથી આભાર વ્યક્ત કરવા માંગુ છું.''
— Irrfan (@irrfank) April 3, 2019નોંધનીય છે કે, છેલ્લા કેટલાય મહિનાઓ બાદ ઇરફાન ખાન લંડનથી ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમરની સારવાર કરાવ્યા બાદ ભારત પરત ફર્યો છે. ગયા માર્ચમાં તેઓ આની ટ્રીટમેન્ટ માટે લંડન ચાલ્યા ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement