શોધખોળ કરો
Advertisement
CAA પર કૈલાશ ખેરે કહ્યું કે, પ્રતાડિત લોકોને અપનાવવા પર બધાએ ખુશ થવું જોઈએ
હવે આ લોકોને અપનાવવામાં આવી રહ્યા છે જેથી બધાએ ખુશ થવું જોઈએ. જો આ લોકોને અપનાવવાથી કોઈને તકલીફ છે તો આ દુખની વાત છે.
નવી દિલ્હીઃ સીએએનું સમર્થન કરી રહેલ જાણીતા ગાયક કૈલાશ ખેરે શનિવારે કહ્યું કે, તેની જોગવાઈ દ્વારા એ શરણાર્થિઓને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે જે પાડોશી દેશમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખેરે કહ્યું કે, સીએએનો મતલબ તમે અને અમે જાણીએ છીએ. આ કાયદા દ્વારા એવા લોકોને નાગરિકતા આપવામાં આવી રહી છે, જે એક સમયે (1947માં ભારતના વિભાજન પહેલા)આપણાં જ હતા. તેમણે કહ્યું કે, હવે આ લોકોને અપનાવવામાં આવી રહ્યા છે જેથી બધાએ ખુશ થવું જોઈએ. જો આ લોકોને અપનાવવાથી કોઈને તકલીફ છે તો આ દુખની વાત છે.
ઉલ્લેખનીય છે કે, સીએએમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ધાર્મિક શોષણને કારણે 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયોના લોકોને ભારતીય નાગરિકતા માટેની અરજી માટે જોગવાઈ કરવામાં આવી છે.
જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટી નજીક સીએએ વિરોધી વિરોધીઓના જૂથ પર ગોળીબારની તાજેતરની ઘટના અંગે પૂછવામાં આવતા ગાયકે જણાવ્યું હતું કે, આ વિષય વિશે સંપૂર્ણ માહિતી મળશે પછી જ હું કોઈ ટિપ્પણી કરીશ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
દેશ
અમદાવાદ
Advertisement