શોધખોળ કરો
Advertisement
આમંત્રણ મોડુ મળ્યુ હોવાનું કહીને કઇ એક્ટ્રેસે પીએમ મોદીના શપથ ગ્રહણમાં જવાનું ટાળ્યુ, ને પછી ટ્વીટર પર શું કરી પૉસ્ટ?
કાજલ અગ્રવાલે પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં જવાનુ ટાળ્યુ હતું. કાજલે ના જઇ શકવા પાછળ આમંત્રણ મોડુ મળ્યુ હોવાનું કારણ આપતા એક પૉસ્ટ શેર કરી
મુંબઇઃ સિંઘમ અને સ્પેશ્યલ 26 જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી કાજલ અગ્રવાલે પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં જવાનુ ટાળ્યુ હતું. કાજલે ના જઇ શકવા પાછળ આમંત્રણ મોડુ મળ્યુ હોવાનું કારણ આપતા એક પૉસ્ટ શેર કરી, જે હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે.
બૉલીવુડ, દેશ-વિદેશના નેતાઓ અને દિગ્ગજોએ ગઇકાલે સાંજે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી. ટીમ મોદી તરફથી દિગ્ગજોને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. જોકે આમાં નામ એક્ટ્રેસ કાજલ અગ્રવાલનું પણ હતું, પણ તેને આમંત્રણ મોડુ મળતા તે દિલ્હી જઇ શકી ન હતી.
શપથ ગ્રહણ સમારોહમાં સામેલ ના થઇ શકવાને લઇને દુઃખી થયેલી કાજલ અગ્રવાલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી, લખ્યું, ડિયર નરેન્દ્ર મોદી સર અને મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી, હું તમારો આભાર વ્યક્ત કરવા માંગુ છુ કે તમે મને શપથ ગ્રહણ સમારોહનું આમંત્રણ આપ્યુ.
આમાં હુ સ્વયંને સન્માનિત અનુભવી રહી છું, પણ આમંત્રણ મોડુ મળવાના કારણે હું સમય પર દિલ્હી નહીં પહોંચી શકુ, મને આ વાતનો ખુબ અફસોસ છે.
ઉલ્લેખનીય છે કે, મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારે ગુરુવારે બીજીવાર દેશમાં સરકાર બનાવી, નરેન્દ્ર મોદીએ સતત બીજીવાર દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.Dear sir @narendramodi @PMOIndia @rashtrapatibhvn thank you so much for your kind invite. Feeling privileged and honoured upon receiving this, would have loved to witness history in the making! pic.twitter.com/NIf76QPCGw
— Kajal Aggarwal (@MsKajalAggarwal) May 30, 2019
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement