શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દીપિકાના JNU જવા પર બોલી કંગના રનૌત, કહ્યું- નહીં કરું ટુકડે-ટુકડે ગેંગનું સમર્થન
દીપિકા જેએનયૂમાં થયેલ હિંસાના વિરોધમાં વિદ્યાર્થીઓને પોતાનું સમર્થન આપવા માટે પહોંચી હતી.
નવી દિલ્હીઃ કંગના રનૌત હંમેશા પોતાના બેબાક નિવેદોનને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે દીપિકા પાદુકોણને લઈને મોટું નિવેદન આપ્યું છે. હાલમાં જ દીપિકા પાદુકોણ દિલ્હી સ્થિત જેએનયૂ યૂનિવર્સિટીમાં ગઈ હતી, ત્યારથી તેને લઈને વિવાદ શરૂ થયો હતો. દીપિકા અહીં થયેલ હિંસાના વિરોધમાં વિદ્યાર્થીઓને પોતાનું સમર્થન આપવા માટે પહોંચી હતી. એવામાં હવે તેને લઈને કંગનાનું નિવેદન સામે આવ્યું છે.
કંગનાએ દીપિકાને લઈને કહ્યું કે, ֥મને લાગે છે કે તે પોતાના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરી રહી છે, જે તે કરી શકે છે. તેને સારી રીતે ખબર છે કે તે શું કરી રહી છે. તે શું કરે છે તેના પર મારે કંઈ કહેવું ન જોઈએ. તેણે શું કરવું જોઈએ એ હું નક્કી ન કરી શકું, પરંતુ હું એટલું ચોક્કસ નક્કી કરી શકું કે મારે શું કરવું છે.’
ત્યાર બાદ કંગનાએ દીપિકા પર નિશાન સાધતા કહ્યું કે, તે ટુકડે-ટુકડે ગેંગનું સમર્થન ક્યારેય નહીં કરે. તેણે કહ્યું, ‘કમ સે કમ હું એટલું તો જાણુ છું કે હું ક્યારેય ટુકડે ટુકડે ગેંગનો સાથ ક્યારેય નહીં આપું, પછી ભલે કંઈ પણ થઈ જાય. હું એવી વ્યક્તિનું સમર્થન નહીં કરું જે દેશના ટુકડા કરવા માગતી હોય. હું એવા લોકોનો સાથ ન આપી શકું જે આપણા જવાનોની શહાદત પર ઉજવણી કરતા હોય.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
સુરત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion