2019માં પ્રથમ સપ્તાહની કમાણી મામલે કંગનાની ફિલ્મે વિકી કૌશલની ફિલ્મ ઉરીને પાછળ છોડી દિધી છે. ઉરીએ પ્રથમ ત્રણ દિવસમાં 35.73 રૂપિયાની કમાણી કરી હતી.
2/3
પ્રથમ દિવસે ધીમી શરૂઆત કર્યા બાદ ફિલ્મે શનિવારે અને રવિવારે જોરદાર વાપસી કરી છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ મુજબ ફિલ્મે રવિવારે 15.70 કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી છે. આ પહેલા ફિલ્મને 8.75 કરોડની ઓપનિંગ મળી હતી. બાદમાં બીજા દિવસે ફિલ્મે 18.10 કરોડની શાનદાર કમાણી કરી હતી. મણિકર્ણિકા ફિલ્મે પ્રથમ સપ્તાહ બાદ ફિલ્મે 42.55 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
3/3
મુંબઈ: મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસી બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. કંગના રનૌત સ્ટાર ફિલ્મે પ્રથમ સપ્તાહમાં 42 કરોડથી વધારેની કમાણી કરી લીધી છે. સમીક્ષકોની સાથે સાથે દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. ફિલ્મમાં કંગનાના અભિનયની ખૂબ સરાહના કરવામાં આવી રહી છે.