શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રઃ રાજ્યપાલને મળી કંગના રનૌત, BMCની કાર્યવાહીની આપી જાણકારી
કંગનાએ થોડા દિવસ પહેલા મુંબઈની સરખામણી પીઓકે સાથે કરી હતી. જે બાદ શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, શું તેનામાં અમદાવાદને મિની પાકિસ્તાન કહેવાની હિંમત છે ? આ બાદ તેની ઓફિસને બીએમસી દ્વારા તોડવામાં આવી હતી.
મુંબઈઃ શિવસેના અને કંગના રનૌત વચ્ચે તકરાર બહુ વધી ગઇ છે. બીએમસીએ કંગનાની પાલી હિલ સ્થિત ઓફિસને ગેરકાયદે બતાવીને તોડી પાડી હતી. આ મામલે કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે સીધે સીધી તકરાર થઇ છે. આ વિવાદ વચ્ચે અભિનેત્રી કંગના રનૌતે આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. કંગનાએ મુલાકાત દરમિયાન તેની ઓફિસમાં બીએમસીએ કરેલી તોડફોડની કાર્યવાહીને લઈ રાજ્યપાલ સામે પોતાનો પક્ષ રાખ્યો હતો.
કંગનાએ થોડા દિવસ પહેલા મુંબઈની સરખામણી પીઓકે સાથે કરી હતી. જે બાદ શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, શું તેનામાં અમદાવાદને મિની પાકિસ્તાન કહેવાની હિંમત છે ? આ બાદ તેની ઓફિસને બીએમસી દ્વારા તોડવામાં આવી હતી.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ કહ્યું, હાલ રાજનીતિ પર વાત નહીં કરવા માંગુ, પરંતુ આનો અર્થ એ નથી કે મારી પાસે જવાબ નથી. મહારાષ્ટ્રને બદનામ કરવાની કોશિશ કરાઇ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement