શોધખોળ કરો
Advertisement
વાયુસેનાને અભિનંદન આપતા આ એક્ટ્રેસે કહ્યું- શંખનાદ થઇ ગયો છે, બુરી નજર વાળાની આંખો જ કાઢી લેવાશે
નવી દિલ્હીઃ પુલવામાં આતંકી હુમલાના 12 દિવસ બાદ ભારતે પાકિસ્તાનમાં ઘુસીને અનેક આંતાકીનો મારી નાંખ્યાનો દાવો કરવામાં આવ્યો છે. ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં ઘુસીને કરવામાં આવેલ હુમલાની પુષ્ટિ કરતાં ભારતે સ્પષ્ટ કહ્યું છે કે, ભારતીય લડાકૂ વિમાનોએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પને નષ્ટ કર્યા છે. જવાબી હુમલાથી આખો દેશ ખુશ છે ત્યાં બોલિવૂડ સ્ટાર્સ પણ આ ખુશી મનાવી સોશિયલ મીડિયા પર દેશનાં જવાનોને ધન્યવાદ આપી રહ્યાં છે અને ગર્વ અનુભવી રહ્યાં છે.
બોલિવૂડ ક્વિન કંગના રનૌટે પણ ખુશી વ્યક્ત કરતાં કહ્યું છે કે, હું ઇન્ડિયન એરફોર્સને એક અસલી હીરોની જેમ જવાબી હુમલા માટે સેલ્યૂટ કરુ છું. તો કંગનાએ આ નિર્ણય લેવા માટે PM નરેન્દ્ર મોદીનો પણ આભાર માન્યો છે.
પાકિસ્તાન વિરુદ્ધની કાર્યવાહી હેઠળ કંગનાએ કહ્યું કે, હુમલામાં આતંકવાદ અને આતંકી ગતીવિધિ વિરુદ્ધ શંખનાદ થઇ ગયો છે. અને જે પણ આ વાત નથી સમજ્યુ તે સમજી લે કે હવે જે પણ અમારા દેશ પર બુરી નજરથી જોશે તેની આંખો કાઢી લેવાશે. જય હિંદ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement