શોધખોળ કરો
38 વર્ષનો થયો કોમેડિ કિંગ કપિલ શર્મા, આ રીતે સેલિબ્રેટ કર્યો બર્થ ડે, જુઓ વીડિયો

મુંબઈ: કૉમેડી કિંગ કપિલ શર્મા આજે 38 વર્ષનો થયો છે. કપિલના કો-સ્ટાર્સ અને મિત્રોએ મોડી રાત્રે કપિલના જન્મ દિવસની ઉજવણી કરી હતી. મિકા સિંહ, રિચા શર્મા, નવરાજ હંસથી લઈને રાધવ સચ્ચર અને ધ કપિલ શર્મા શોની ટીમે ધમાલ મસ્તી કરી હતી.
કપિલના જન્મ દિવસની ઉજવણીમાં તેની માતા અને ગિન્ની ચતરથ પણ સામેલ થયા હતા. આજનો દિવસ કપિલ શર્મા માટે યાદગાર દિવસ બની ગયો હતો. કપિલના ફેન્સ પણ તેને સોશિયલ મીડિયા પર જન્મ દિવસની શુભકામનાઓ આપી રહ્યા છે. લાફ્ટર શોથી પોતાના કરિયરની શરૂઆત કરનાર કપિલ આજે કૉમેડી કિંગ બની ગયો છે. સુનીલ ગ્રોવર સાથે ઝઘડા બાદ કપિલના શોની ટીઆરપીમાં નીચે જતી રહી હતી. બાદમાં શો ઓફ એયર થઈ ગયો હતો, ત્યારબાદ કપિલ ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. કપિલે બેંગલુરૂના એક આશ્રમમાં સારવાર કરાવી હતી. ત્યારબાદ ફરી કપિલે નાના પડદા પર પરત ફર્યો હતો.
વધુ વાંચો





















