મુંબઈ: કપિલ શર્માએ ગયા અઠવાડિયે શાનદાર રીતે નવો શો શરૂ કર્યો છે. 29 ડિસેમ્બરે કપિલના નવા શો ધ કપિલ શર્મા શો સીઝન 2ની વાપસી થઈ છે. કપિલ શર્માના શોમાં પ્રથમ ગેસ્ટ રણવીર સિંહ અને સારા અલી ખાન હતા.
2/4
આ વખતે કપિલ આ શો સલમાન ખાન સાથે મળી પ્રોડ્યૂસ કરી રહ્યો છે. પહેલા તે શો પોતે જ પ્રોડ્યૂસ કરતો હતો. વર્ષ 2016માં કપિલે પોતાના શોની શરૂઆત કરી હતી. તેની સાથે સુનીલ ગ્રોવર, કીકૂ શારદા, ચંદન પ્રભાકર સાથે જોવા મળ્યા હતા.
3/4
કપિલને પ્લેટફોર્મ તો મળી ગયું છે પરંતુ પૈસાના મામલે તેનો મોટો ઝટકો લાગ્યો છે. કપિલ શર્માને પહેલા કરતા ખૂબ જ ઓછી ફી મળી રહી છે. કપિલ શર્માની ફી 40-50 લાખ સુધી ઘટી ગઈ છે. કપિલ લગભગ 60-80 લાખ રૂપિયા ચાર્જ કરતો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કપિલને એક એપિસોડ માટે હવે 15 લાખ રૂપિયા મળી રહ્યા છે.
4/4
કપિલ શર્માએ ઉત્સાહથી પોતાના શોની શરૂઆત કરી હતી. કપિલને જોઈ એવું લાગ્યું નહી કે તે ખૂબ લાંબા બ્રેક બાદ પરત ફર્યો છે. દર્શકો પણ કપિલના આ અંદાજને ખૂબ પસંદ કરી રહ્યા છે. કપિલ શર્માનો આ પ્રથમ શો ટેલિકાસ્ટ થયો છે પરંતુ શોને ખૂબ જ સારી ટીઆરપી મળી છે.