શોધખોળ કરો
'ધ કપિલ શર્મા શો'ને બદલે સોની પર આવી શકે છે સુનીલ ગ્રોવરનો કોમેડી શો
1/5

જાણીતા કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે સુનીલ ધ કપિલ શર્માના શોમાં પાછો ફરશે નહીં. ઉલ્લેખનીય છે કે કપિલ અને સુનીલ શૂટિંગ માટે ફ્લાઇટમાં જઇ રહ્યા હતા તે દરમિયાન નશાની હાલતમાં કપિલે સુનીલ સાથે ઝઘડો કર્યો હતો.
2/5

અગાઉ એવો દાવો કરવામાં આવ્યો હતો કે સુનીલ શોમાં પાછા ફરવાના વધુ રૂપિયાની માંગણી કરી રહ્યો છે. જોકે, સુનીલે આ વાતનું ખંડન કર્યું નહોતું પરંતુ લખ્યું હતું કે, મારો ઇરાદો સમ્માનની સાથે લોકોનું મનોરંજન કરવાનો છે. હું કોઇ કામને કરું કે ના કરું આ માટે રૂપિયા જ એક કારણ નથી.
Published at : 08 Apr 2017 12:08 PM (IST)
Tags :
Sony TvView More






















