અભિષેક વર્મન દ્વારા નિર્દેશિત 'કલંક'માં માધુરી દિક્ષિત નેને, સંજય દત્ત, વરુણ ધવન, આદિત્ય રૉય કપૂર અને સોનાક્ષી સિન્હા મુખ્ય ભૂમિકામાં છે.
2/5
3/5
ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહરે શૉમાં એક વાતનો ખુલાસો કરતાં કહ્યું કે, એક્ટ્રેસ આલિયા ભટ્ટે પોતાની અપકમિંગ ફિલ્મ 'કલંક'માં શાનદાર ભૂમિકા નિભાવી છે. હું જ્યારે પણ આલિયાને જોઉ છું તો મને મારી દીકરીની યાદ આવી જાય છે. હું મારી દીકરીને પરફોર્મ કરતી જોઉ છું.
4/5
ઉલ્લેખનીય છે કે કરણ જોહર પોતાની અપકમિંગ ફિલ્મ 'કલંક'ના શૂટિંગમાં વ્યસ્ત છે, છતાં નેહા ધૂપિયાના શૉમાં ભાગ લીધો હતો. કરણના મતે 'કલંક'માં આલિયાએ કેટલાય કલાકારો સાથે અભિનય કર્યો છે, તેનું કામ અદભૂત છે, તેમનું કહેવુ છે કે આલિયાની પ્રસ્તુતિ જોઇને હું ભાવુક થઇ ગયો હતો અને બાદમાં રડવા લાગ્યો હતો.
5/5
નવી દિલ્હીઃ ફિલ્મ મેકર કરણ જોહર તાજેતરમાં નેહા ધૂપિયાના શૉ ‘નૉ ફિલ્ટર નેહા’માં મહેમાન બન્યા હતા, અહીં તેઓ અચાનક જ ચાલુ શૉએ રડવા લાગતા સૌ ચોંકી ગયા હતા. કરણ જોહરના રડવાનું કારણ આલિયા ભટ્ટ હતુ.