કરણે કહ્યું કે, "મને લાગે છે કે જે લોકોનું પ્રેમમાં દિલ નથી તુટ્યું તે લોકો એવી રીતે અભિનય નથી કરી શકતાં જેવી રીતે તેમને કરવો જરૂરી હોય છે. જો તમારે એક સારો અભિનેતા-એક્ટર બનવું છે તો તમારી પાસે એક તુટેલુ દિલ હોવું જરૂરી છે. આના વિના કેમેરાની સામે નિશ્ચિત ભાવનાઓ સાથે કેમેરાની સાથે અભિનય કરવો સંભવ નથી."
2/6
આગામી રેડિયો શૉ 'કૉલિંગ કરણ સિઝન-2' માટે તૈયાર કરણે સોમવારે ઇશ્ક 104.8 એફએમના લૉન્ચિંગ પ્રસંગે આ વાત કહી હતી, જેમાં એક સારા એક્ટર બનવા માટેની પણ ટિપ્સ આપી હતી.
3/6
કરણે કહ્યું કે, "ક્યારેય ક્યારેક તમારી આંખો તમારા દિલની કહાની કહી જાય છે, કેટલાય લોકો છે જેમની આંખોથી આ ભાવનાઓ સામે આવી જાય છે. તેઓ પોતાની લાઇફમાં આ સફરમાંથી પસાર થયા હોય છે." કરણ રૉમેન્ટિક ફિલ્મો જેવી કે 'કુછ કુછ હોતા હૈ', 'કલ હો ના હો' અને 'એ દિલ હૈ મુશ્કિલ' માટે ઓળખાય છે.
4/6
5/6
આ લૉન્ચિંગ પ્રસંગે અભિનેત્રી નેહાધૂપિયા, નિર્દેશક ઇમ્તિયાઝ અલી અને અભિનેતા રણવિજય સિંહ પણ હાજર રહ્યાં હતાં.
6/6
મુંબઇઃ ફિલ્મ મેકર કરણ જોહરે એક સારા એક્ટર બનવા માટે ખાસ ટિપ્સ આપી છે. કરણ જોહરનું કહેવું છે કે, એક સારો એક્ટર બનવા માટે પોતાની પાસે એક તુટેલું દિલ હોવું જરૂરી છે, કેમકે ત્યારે જ તે પડદા પર ગંભીરતા સાથે સારે અભિનય કરી શકે છે.