'જેલમાં જવા ના માંગતી હોય તો મારી સાથે...', કહીને મહિલાને રૂમમાં લઇ ગયો પોલીસ અધિકારી, કરવા લાગ્યો બળજબરી
પીડિત મહિલાએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
બિહારના સમસ્તીપુરમાં સબ ઈન્સ્પેક્ટરે પીડિતાને કેસમાં મદદ કરવાના બદલામાં તેની સાથે અશ્લીલ હરકતો કરી હતી. આરોપ છે કે સબ ઇન્સ્પેક્ટર મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવા માગતો હતો. આ માટે તે પીડિતા પર દબાણ કરતો હતો. જ્યારે આ કેસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે એસપીએ કાર્યવાહી કરી અને આરોપી સબ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દીધો હતો. નોંધનીય છે કે મહિલા પર સોશિયલ મીડિયા પર સગીરાના અશ્લીલ ફોટા અપલોડ કરવાનો આરોપ હતો. આ કેસ વર્ષ 2022નો છે. મહિલા સાથે સાત અન્ય આરોપીઓ ફોજદારી કેસનો સામનો કરી રહ્યા છે. આરોપી સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ બેલાલ ખાન આ કેસના તપાસ અધિકારી હતા.
આરોપ છે કે સબ ઈન્સ્પેક્ટર પીડિત મહિલા પર દબાણ કરી રહ્યો હતો કે જો તે જેલમાં જવા માંગતી ના હોય તો તેની સાથે સંબંધ બાંધે, નહીં તો તે કેસને સત્ય સાબિત કરશે. પીડિત મહિલાએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી એસપી અશોક મિશ્રાએ તાત્કાલિક કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરી અને પછી એસઆઈને સસ્પેન્ડ કરી દીધો હતો.
વાસ્તવમાં આ આખો કેસ બિહારના સમસ્તીપુરના પટોરી પોલીસ સ્ટેશનનો છે. અહીં તૈનાત એસઆઇ મોહમ્મદ બેલાલ ખાન એક કેસ મામલે તપાસ કરવાના બહાને મહિલાને ફોન કરીને પોલીસ સ્ટેશન બોલાવે છે. પહેલા તો કેસમાં મદદ કરવાનું કહીને પાછી ઘરે મોકલી દે છે. પછી અચાનક એક દિવસ એસઆઈ બેલાલ ખાન પીડિતાને ફોન કરે છે અને તેને પોલીસ સ્ટેશન એકલા આવવા કહે છે. જ્યારે પીડિતાને કંઈક શંકા જાય છે ત્યારે તે તેની માતાને પોલીસ સ્ટેશનની બહાર રોકાવાનું કહીને બેલાલ ખાનને મળવા જાય છે.
પટોરી પોલીસ સ્ટેશનના એસઆઇ બેલાલે પીડિતાને તેના ભાડાના ઘરમાં જવાનું કહે છે. જેના પર પીડિતા ગુપ્ત રીતે તેના મોબાઈલ પર વીડિયો બનાવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જ્યારે પીડિત મહિલા એસઆઈના ભાડાના મકાનમાં પહોંચે તો બેલાલ ખાન પીડિતાને આ કેસમાં તેની મદદ કરવાના બદલામાં તેની સાથે અશ્લીલ હરકતો કરવાનું શરૂ દે છે જેનો મહિલાએ વિરોધ કર્યો હતો.
આ દરમિયાન એસઆઈ રૂમનો દરબાજો અને બારી બંધ કરી દે છે. આ પછી તે મહિલા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કરવા લાગે છે. પીડિતા તેનો વિરોધ કરે છે પરંતુ એસઆઇ તેની સાથે અશ્લિલ હરકતો કરવા લાગે છે.
આ વીડિયો વાયરલ થયા બાદ એસપી અશોક મિશ્રાએ પટોરી ડીએસપીને તપાસના આદેશ આપ્યા હતા. તપાસમાં એસઆઈ મોહમ્મદ બેલાલ ખાન દોષિત સાબિત થયા હતા. આ પછી એસપીએ એસઆઈને સસ્પેન્ડ કરીને વિભાગીય કાર્યવાહી શરૂ કરી છે. એસપી અશોક મિશ્રાએ જણાવ્યું કે પીડિતાના નિવેદન પર પટોરી પોલીસ સ્ટેશનમાં આરોપી એસઆઈ બેલાલ ખાન વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. હાલ આરોપીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.