ભારતમાં બે પુખ્ત લોકો વચ્ચે સમલૈગિંક સંબંધ હવે ગુનો નહીં ગણાય કે નહીં તે માટે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી. જે અંતર્ગત આને અપરાધ માનવાની કલમ 377 રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે કલમ 377ને મનમાની ગણાવીને વ્યક્તિગત પસંદગીને સન્માન બનાવવાની વાત કરી છે.
2/6
3/6
નોંધનીય છે કે, નાઝ ફાઉન્ડેશન નામની એક સ્વૈચ્છીક સંસ્થાએ કલમ 377નો મુદ્દો ઉઠાવી 2001માં દિલ્હી હાઇકોર્ટમાં કેસ કર્યો હતો જેણે બે પુખ્ત વયની વ્યક્તિઓ વચ્ચેના સમલૈંગિકતા સબંધોને અપરાધની શ્રેણીમાંથી રદ કર્યો હતો. કોર્ટે એ કલમને ગેરકાયદે ગણાવી હતી.2009ના હાઇકોર્ટના નિર્ણયને સર્વોચ્ચ અદાલતે 2013માં ઉલ્ટાવી નાંખ્યો હતો અને રિવ્યુ પીટીશનને ફગાવી હતી.
4/6
નવી દિલ્હીઃ આજે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપતા સમલૈગિંક સંબંધને ગુનાની શ્રેણીમાંથી બહાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટેની પાંચ જજોની બેન્ચે આ ચૂકાદો આપતા જણાવ્યું કે એકબીજાની મરજીથી કરેલા સમલૈગિંક યૌન સંબંધને ગુનો ગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટેના આ નિર્ણયને ફિલ્મ મેકર કરણ જોહરે પણ આવકાર્યો છે. કરણ જોહરે ટ્વીટ કરીને આને ઐતિહાસિક ગણાવ્યો હતો.
5/6
6/6
બૉલીવુડના ફેમસ ફિલ્મ મેકર કરણ જોહરે સુપ્રીમ કોર્ટના ચૂકાદાને આવકતારતા ટ્વીટ કર્યું, તેમને લખ્યું કે, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો, આજે મને ગર્વ થાય છે. સમલૈગિંક યૌન સંબંધની કલમ 377ને નાબુદ કરવાથી દેશને ઓક્સિજન મળ્યુ છે. આ માનવ અધિકારો માટે હું સૌથી વધુ થમ્બ આપુ છે.