શોધખોળ કરો
ધર્મશાળામાં બોલિવૂડ એક્ટ્રેસની થઈ છેડતી, કહ્યું- ‘તે મારા સ્તન તરફ તાકી રહ્યાં હતા’
1/3

કરિશ્માએ આગળ કહ્યું કે, આ ઘટના ભૂલીને આગળ સ્ટ્રીટ શોપિંગ માટે ગઈ તો ત્યાં પણ કેટલાક લોકોએ મારો પીછો કર્યો હતો. આગળ કરિશ્માએ કહ્યું કેસ બીજા દિવસે હું મોનેસ્ટ્રી ગઈને કેટલાક લોકોએ મારી સાથે વીડિયો બનાવીને રેકોર્ડ પણ કરી લીધા. જોકે પોતાના આ અનુભવથી ડરેલી કરિશ્મા ત્યાંથી બે દિવસમાં જ પરત મુંબઈ આવી ગઈ હતી.
2/3

કરિશ્માએ કહ્યું કે, હું કામમાંથી બ્રેક લેવા માગતી હતી. એક દિવસ હું મારા મિત્રો સાથે એક સુંદર મંદિરમાં ગઈ અને અમે ત્યાં કેટલીક તસવીરો લીધો. હું જેવી ત્યાંથી પરત ફરી ત્યારે મેં જોયું કે આશરે 15 લોકોનું ટોળું અમારી પાછળ ઊભું હતું. તેઓ મને વિચિત્ર રીતે જોઈ રહ્યા હતા. હકીકતમાં તો મારા સ્તનને જોઈ રહ્યા હતા. હું ડરી અને કંઈ જ કરી શકી નહીં. હું ત્યાંથી ફટાફટ નીકળી ગઈ. આ મામલે મેં આગળ પોલીસને જણાવ્યું કે મારી છેડતી થઈ છે તો પોલીસવાળાએ હસીને કહ્યું કે, કોણ છેડી રહ્યું છે, અહીં તો કોઈ નથી. મને પોલીસવાળાનો આવો જવાબ ખૂબ જ વિચિત્ર લાગ્યો.
Published at : 24 Sep 2018 08:04 AM (IST)
View More





















