કેટરીનાએ લગ્નના એક મહિના બાદ વિક્કી સાથે શેર કરી ખાસ તસવીર, લખ્યું- “હેપ્પી વન મંથ માય ❤
કેટરીના કૈફે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે, જેમાં કેટરીનાનો મેકઅપ લૂકમાં જોવા મળી રહી છે.

મુંબઇઃ બૉલીવુડ સ્ટાર કપલ કેટરીના કૈફ અને વિક્કી કૌશલ હવે મેરેજ લાઇફમાં આવી ગયા છે, બન્ને લગ્ન બાદ નવા ઘરમાં રહી રહ્યાં છે. બન્નેના લગ્ન વર્ષ 2021ની 9મી ડિસેમ્બરે રાજસ્થાનમાં થયા હતા, હવે તેને એક મહિનો પુરો થઇ છે. આ વાતને યાદ કરીને કેટરીનાએ એક ખાસ તસવીર શેર કરી છે.
કેટરીના શેર કર્યો ખાસ ફોટો
કેટરીના કૈફે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે, જેમાં કેટરીનાનો મેકઅપ લૂકમાં જોવા મળી રહી છે. કેફે બ્લેક ટેન્ક ટોપ પહેર્યું છે. વિકી કૌશલ વાદળી રંગનું જમ્પર પહેરેલું જોવા મળે છે. કપલ તસવીરમાં હસતા જોવા મળી રહ્યા છે અને સાથે ખૂબ જ ક્યૂટ લાગે છે. ફોટોના કેપ્શનમાં કેટરિનાએ લખ્યું છે કે, “હેપ્પી વન મંથ માય ❤
View this post on Instagram
લગ્ન પહેલા સિક્રેટ રાખ્યા હતા રિલેશન-
કેટરના કૈફ અને વિક્કી કૌશલ છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા, પરંતુ બન્નેએ આ વાતને ઓફિશિયલ ન હતી કરી. બન્નએ પોતાના સંબંધોને છુપાવીને રાખ્યા હતા. હવે બન્ને તસવીરો શેર કરીને ફેન્સને ખુશ કરી રહ્યાં છે.
રાજસ્થાનમાં થયા હતા લગ્ન-
કેટરિના અને વિકીના લગ્ન 9 ડિસેમ્બર 2021એ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં થયા હતા. બંનેના પરિવારજનો આ લગ્નમાં સામેલ થયા હતા. બંનેએ પોતાના લગ્ન અને તેની વિધિના ફોટા શેર કરીને બધાનું દિલ ખુશ કરી દીધું હતું.
આ પણ વાંચો...........
Sovereign Gold Bond: આજથી સસ્તું સોનું ખરીદવાની સુવર્ણ તક, અહીં સંપૂર્ણ માહિતી મેળવો અને ફાયદો ઉઠાવો
NEET Counselling: મેડિકલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, NEET PG કાઉન્સેલિંગ આ દિવસથી થશે શરૂ
Sanjay Dutt Cancer: સંજય દત્તે જણાવ્યું કેવી રહી કેન્સર સામેની તેની લડાઈ ?
બ્રાઝિલમાં બોટિંગ કરતા લોકો પર અચાનક ધસી પડ્યો ખડક, સાતના મોત, જુઓ કાળજુ કંપાવનારો વીડિયો
કામની વાતઃ આધાર કાર્ડને આ રીતે તમે જોઇ શકો છો ઓનલાઇન, જાણી લો ડાઉનલૉડ કરવાની રીત.........
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
