શોધખોળ કરો
ઓગસ્ટમાં શરૂ થશે કૌન બનેગા કરોડપતિ, ઓફ એર થશે આ શો, જાણો વિગત
કૌન બનેગા કરોડપતિનું રજિસ્ટ્રેશન 1 મેથી શરૂ થઈ રહ્યું છે. કેબીસીનો શો ટાઇમ પહેલાની જેમ 9 થી 10નો જ રહેશે.

મુંબઈઃ ટેલિવિઝનનો સૌથી ચર્ચિત શો કૌન બનેગા કરોડપતિ-11 ટૂંક સમયમાં શરૂ થશે. રિપોર્ટ મુજબ ઓગસ્ટ મહિનામાં આ શો ઓન એર થઇ શકે છે. પરંતુ કેબીસી ઓન એર થવાની સાથે જ સોનીનો એક ખાસ શો ‘લેડીઝ સ્પેશલ’ બંધ કરી દેવામાં આવશે. ત્રણ બહેનપણીઓની જિંદગી સાથે સંકળાયેલી સ્ટોરી દર્શાવતો શો ઓફ એર થયા બાદ 9 વાગ્યાથી ફરી એક વખત અમિતાભ બચ્ચન કેબીસી હોસ્ટ કરતા નજરે પડશે.
એક રિપોર્ટ પ્રમાણે, કૌન બનેગા કરોડપતિ ક્વિઝ શોને પ્રાઇમ ટામ 9 વાગ્યાનો સ્લોટ આપવામાં આવ્યો છે. લેડીઝ સ્પેશલ હાલ 9.30 વાગે પ્રસારિત થાય છે. આ પહેલા મા અને દીકરીના સંબંધનો શો પટિયાલા બેબ્સ આવે છે. રિપોર્ટ પ્રમાણે પટિયાલા બેબ્સને નવો સમય આપવામાં આવશે અને લેડીઝ સ્પેશલને ઓફ એર કરાશે.
કૌન બનેગા કરોડપતિનું રજિસ્ટ્રેશન 1 મેથી શરૂ થઈ રહ્યું છે. કેબીસીનો શો ટાઇમ પહેલાની જેમ 9 થી 10નો જ રહેશે. સોની ટીવીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન રજિસ્ટ્રેશનની તારીખ અને સમય અંગે વાત કરતા નજરે પડી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
દેશ
દેશ
Advertisement
