શોધખોળ કરો
દીપિકા-રણવીરનું મુંબઈ સહિત આ શહેરમાં યોજાશે રિસેપ્શન, જાણો વિગત
1/3

દીપિકા અને રણવીરના લગ્નનું બીજું રિસેપ્શન મુંબઇની ગ્રાન્ડ હયાત હોટલમાં 30 નવેમ્બર કે 1 ડિસેમ્બરના રોજ યોજાશે.જેમાં બોલીવૂડ અને બિઝનેસ જગતની લગભગ ૩૦૦૦ હસ્તીઓ મહેમાન બનશે. મળેલી માહિતી મુજબ અત્યારથી જ મુંબઇના રિસેપ્શનની જોરદાર તૈયારી ચાલુ થઇ ગઇ છે.
2/3

દીપિકા-રણવીર પોતાના લગ્નની ઉજવણી બમણી રીતે કરવાના છે. આ યુગલના લગ્નના બે રિસેપ્શન થશે જેમાંનું એક બેંગલુરુ અને બીજું મુંબઇમાં હશે. દીપિકા પાદુકોણ અને રણવીર પોતાનું પ્રથમ રિસેપ્શન બેંગલુરુમાં રાખશે. જેમાં તેમના નજીકના પરિવારજનો આમંત્રિત હશે. આ રિસ્પેશન 28 કે 29 નવેમ્બરના રોજ યોજાશે. દીપિકાનો ઉછેર બેંગલુરુમાં થયો હોવાથી ત્યાંની સ્કુલ-કોલેજના તેના મિત્રો પણ આ પાર્ટીનો હિસ્સો બનશે.
Published at : 24 Oct 2018 09:15 AM (IST)
View More





















