શોધખોળ કરો
Advertisement
હિમેશ બાદ આ ફેમસ સિંગર રાનૂ મંડલ સાથે ગીતો ગાવા થયો તૈયાર, રાનૂની મળી મોટી ઓફર
રાનૂ મંડલે હિમેશ રેશમીયાની અપકમિંગ ફિલ્મ હેપી હાર્ડી ઔર હીર માટે, તેરી મેરી કહાની.... ગીત ગાયુ, આ ગીત એટલુ બધુ ફેમસ થઇ ગયુ
મુંબઇઃ સોશ્યલ મીડિયા પર લતા મંગેશરકરના ગીતો ગાયા બાદ ફેમસ થયેલી રાનૂ મંડલને હિમેશ રેશમિયા સાથે કામ કરવાની તક મળી. હવે રાનૂ મંડલ માટે બીજી એક મોટી ઓફર આવી છે. ફેમસ સિંગર કુમાર સાનૂએ રાનૂ મંડલ સાથે કામ કરાવાની ઓફર મુકી છે.
હિમેશ બાદ રાનૂ મંડલનો હાથ કુમાર સાનૂએ થામ્યો છે. રિપોર્ટ અનુસાર, કુમાર સાનુ, રાનૂ મંડલની સાથે ગીતો ગાતા જોવા મળી શકે છે. આ વાતની જાણકારી ખુદ સિંગરે આપી છે.
કુમાર સાનૂએ કહ્યું કે, મને રાનૂ મંડલ સાથે ગીતો ગાવાનો મોકો મળે છે, તો હું તે મોકો ગુમાવીશ નહીં. પીટીઆઇ સાથે કરતાં સાનૂએ કહ્યું કે, અમે બધા ખુશ છીએ કે ઇન્ડસ્ટ્રીમાં નવા સિંગર્સ આવી રહ્યાં છે. જો તેઓ સારુ કામ કરે તો તેમને ઓળખ મળવી જોઇએ. મને ઓફર મળે છે તો હું રાનૂ મંડલ સાથે ગીત જરૂર ગાઇ, હું તેને એકસેપ્ટ કરીશ.
નોંધનીય છે કે, રાનૂ મંડલે હિમેશ રેશમીયાની અપકમિંગ ફિલ્મ હેપી હાર્ડી ઔર હીર માટે, તેરી મેરી કહાની.... ગીત ગાયુ, આ ગીત એટલુ બધુ ફેમસ થઇ ગયુ કે, હિમેશ અને રાનૂ મંડલ ચર્ચામાં આવી ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion