નવી દિલ્હીઃ બોલિવૂડ-હોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાને મુંબઈમાં પોતાની ઓશિવારા ઓફિસમાં ગેરકાયદેસર નિર્માણ કરવા બદલ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેસન (બીએમસી)એ નોટિસ ફટકારી છે. પ્રિયંકાએ આ ઓફિસ ઉપરાંત અન્ય એક કોમર્શિયલ જગ્યા માટે પણ પ્રિયંકાને નોટિસ ફટકારી છે જે તેણે ભાડા પર આપી રાખી છે.
2/6
બીએમસીને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે, પ્રિયંકા ચોપરા દ્વારા ભાડા પર આપવામાં આવેલ જગ્યા પર ચાલી રહેલ કરિશ્મા બ્યૂટી સ્પા એન્ડ સલૂમાં ગેરકાયદેસર રીતે એક ફ્લોર બની રહ્યો છે. ઉપરાંત બીએમસીને એ બિલ્ડિંગમાં પણ ગેરકાયેદસર બાંધકામ જોવા મળ્યું ચે જેનો ઉપયોગ પ્રિયંકા ચોપરા પોતાની ઓફિસ તરીકે કરે છે.
3/6
BMCએ કહ્યું કે, ‘ચેકિંગ દરિયાન અનેક નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. સ્પાની સાથે જોડાયેલ બીજી ઓફિસમાં પણ અનેક ગેરરિતી જોવા મળી હતી. આ જગ્યાનો ઉપયોગ ચોપરા પરિવાર ઓફિસ તરીકે કરે છે. કોર્પોરેશને જગ્યાના માલીક તેમજ ભાડૂઆત બંનેને બે અલગ અલગ નોટિસ પાઠવી છે.
4/6
BMCના ચેકિંગમાં સ્પા અને ચોપરાની ઓફિસ બંને જગ્યાએ અનેક નિયમોનું ઉલ્લંઘન કરતાં હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં પ્લાયશીટ દ્વારા પાર્ટિશન, ગ્લાસની દિવાલ દ્વારા કેબિન્સ, અનધિકૃત રીતે ફ્લોરનું બાંધકામ જોવા મળ્યું હતું.
5/6
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ગેરકાયદે કરવામાં આવેલ તમામ બાંધકામને નિયમ સમય મર્યાદામાં દૂર કરવામાં આવે અને કોર્પોરેશન દ્વારા 2013માં પાસ કરવામાં આવેલ પ્લાન પ્રમાણે ફરી સમગ્ર જગ્યાને રીસ્ટોર્ડ કરવામાં આવે અથવા મહિના દિવસ પછી કોર્પોરેશન આ સ્ટ્રક્ચરને તોડી પાડશે.
6/6
જોકે પ્રિયંકા કેટલીક પેનેલ્ટીની રકમ અને નિયમ મુજબની રકમ ભરીને આ ગેરકાયદેસર બાંધકામની કાયદેસર મંજૂરી મેળવી શકે છે. અધિકારીઓએ કહ્યું કે આ પહેલા પણ તેમને નોટિસ આપવામાં આવી છે. જોકે કોઈ જવાબ હજુ સુધી નથી મળ્યો પરંતુ આ નોટિસમાં એક મહિનાની અંદર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોર્પોરેશન ગેરકાયદેસર બાંધકામને તોડી પાડશે.