Trending: તલવારને લાકડીની જેમ શરીર પર ફેરવી ગજબના કરતબ કરતા યુવકનો વીડિયો થયો વાયરલ
જો તમારામાં કોઈ કામ પ્રત્યે જુનૂન અને તત્પરતા છે, તો તમે ચોક્કસપણે તેને સફળતા સાથે પૂર્ણ કરી શકશો.
Stunt With Sword: જો તમારામાં કોઈ કામ પ્રત્યે જુનૂન અને તત્પરતા છે, તો તમે ચોક્કસપણે તેને સફળતા સાથે પૂર્ણ કરી શકશો. કોઈપણ વ્યક્તિ એકાગ્રતા સાથે જીવનમાં બધું જ પ્રાપ્ત કરી શકે છે. સખત મહેનત અને પ્રશિક્ષણના કારણે લોકો દરેક મુકામ હાંસલ કરી શકે છે. આ દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોમાં તમે વ્યક્તિની કુશળતા, મહેનત અને એકાગ્રતા જોઈ શકો છો. આ વીડિયોની ખાસ વાત એ છે કે જે રીતે એક વ્યક્તિ પોતાના શરીર પર તલવારને બેલેન્સ કરી રહ્યો છે.
તલવાર સાથે અદ્ભુત કરતબઃ
તમે વીડિયોમાં જોઈ શકો છો કે આ વ્યક્તિ ધારદાર તલવાર વડે અલગ-અલગ કરતબ બતાવી રહ્યો છે, જે પ્રશંસનીય છે. તમે જોઈ શકો છો કે, વ્યક્તિ પોતાના શરીર પર તલવાર રાખે છે અને હવામાં ગુલાટી પણ મારે છે પરંતુ તલવાર પડતી નથી.
एकाग्रता, कौशल और सालों की प्रैक्टिस क़ी मिसाल. मानो जैसे तलवार भी उनके शरीर का ही कोई अंग हो... pic.twitter.com/ABkRTpRDIv
— Dipanshu Kabra (@ipskabra) August 1, 2022
વીડિયો થયો વાયરલઃ
તમને જણાવી દઈએ કે આ વીડિયોને IPS ઓફિસર દીપાંશુ કાબરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ટ્વીટ કર્યો છે. થોડા સમય પહેલાં શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 38 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. 1300 થી વધુ ટ્વિટર યુઝર્સે આ વીડિયોને લાઈક કર્યો છે.
આ પણ વાંચોઃ
GST Collection: આર્થિક પ્રવૃતિમાં તેજી આવતા જુલાઈ 2022 માં GST કલેક્શન 1.49 લાખ કરોડ રૂપિયા રહ્યું