Naga Shaurya Video: પાગલ આશીકે તેની ગર્લફ્રેન્ડને મારી થપ્પડ તો નાગા શૌર્ય ભડક્યો, રસ્તા વચ્ચે શિખવાડયો શબક
Naga Shaurya Video: નાગા શૌર્યનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે રસ્તાની વચ્ચે એક પાગલ પ્રેમીને પાઠ ભણાવતો જોવા મળી રહ્યો છે.
Naga Shaurya Video: તેલુગુ એક્ટર નાગા શૌર્યાએ (Naga Shaurya) ફરી એકવાર પોતાના ચાહકોનું દિલ જીતી લીધું છે. તે ફિલ્મોમાં પોતાના દમદાર અભિનય માટે જાણીતો છે. હવે નાગા શૌર્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે રસ્તાની વચ્ચે એક પાગલ પ્રેમીને પાઠ ભણાવતો જોવા મળી રહ્યો છે. આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગયો છે.
નાગા શૌર્યએ છોકરાને પાઠ ભણાવ્યો
નાગા શૌર્ય પોતાના કામ પરથી ક્યાંક જઈ રહ્યો હતો. ત્યારે તેણે જોયું કે હૈદરાબાદમાં એક વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડને રસ્તા વચ્ચે થપ્પડ મારી રહ્યો હતો અને તેની સાથે દુર્વ્યવહાર પણ કરી રહ્યો હતો. જ્યારે નાગા શૌર્યએ વ્યક્તિનું આ કૃત્ય જોયું તો તે ગુસ્સે થઈ ગયો અને પછી બધાની સામે છોકરાને ઠપકો આપ્યો હતો.
నడిరోడ్డుపై యువతిని కొట్టినందుకు యంగ్ హీరో ఆ వ్యక్తిపై ఆగ్రహం.!#HERO #nagashaurya #humanity stopped young Man Beating Women On Road.#TollywoodActor young hero #nagashaurya felt like a real hero after witnessing an incdent happning bfore his eyes
— Sunil Veer (@sunilveer08) February 28, 2023
#PhalanaAbbayiPhalanaAmmayi pic.twitter.com/1NqgnR3YWQ
નાગા શૌર્યનો વીડિયો વાયરલ થયો
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે નાગા શૌર્ય છોકરાને છોકરીની માફી માંગવા માટે કહી રહ્યા છે. તે જ સમયે છોકરી બંનેને શાંત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન છોકરો જવાનું શરૂ કરે છે કે નાગા શૌર્ય તેનો હાથ પકડીને કહે છે, 'હવે તેની માફી માગ'. અભિનેતા અને છોકરા વચ્ચેની દલીલ દરમિયાન ઘણા લોકો ત્યાં એકઠા થાય છે. નાગા શૌર્ય કહે છે કે આ છોકરી તેની ગર્લફ્રેન્ડ હોવા છતાં તે તેને ન તો થપ્પડ મારી શકે છે અને ન તો તેની સાથે ખરાબ વર્તન કરી શકે છે.
નાગા શૌર્ય મૂવીઝ
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, નાગા શૌર્ય ટૂંક સમયમાં ફિલ્મ ફલાના અબ્બાય ફલાના અમ્મયીમાં જોવા મળશે, જે 17 માર્ચે થિયેટરોમાં આવશે. આમાં માલવિકા નાયર નાગા શૌર્ય સાથે જોવા મળશે. તે જ સમયે ગયા વર્ષે નાગા શૌર્યએ તેની નવી ફિલ્મ NH 24 ની જાહેરાત કરી હતી, જેમાં તેનો એક્શન અવતાર જોવા મળશે.