સુનીલ શેટ્ટી-મોહનલાલની ફિલ્મ 'મરક્કર' રિલીઝ થતાં જ 100 કરોડ ક્લબમાં સામેલ, જાણો પહેલા દિવસની કમાણીનો આંકડો
બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીએ સાઉથની ફિલ્મ 'મરક્કરઃ લાયન ઓફ ધ અરેબિયન સી' દ્વારા લાંબા સમય બાદ ફરી એકવાર ફિલ્મોમાં કમબેક કર્યું છે.
બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીએ સાઉથની ફિલ્મ 'મરક્કરઃ લાયન ઓફ ધ અરેબિયન સી' દ્વારા લાંબા સમય બાદ ફરી એકવાર ફિલ્મોમાં કમબેક કર્યું છે. તેમની ફિલ્મ ગુરુવારે એટલે કે 2 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મમાં સાઉથના કલાકારો મોહનલાલ, મંજુ વોરિયર, અર્જુન સરજા મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મને દર્શકોથી લઈને ફિલ્મ સમીક્ષકો સુધી બધાએ સારો પ્રતિસાદ આપ્યો હતો. દરમિયાન, ફિલ્મના નિર્માતાઓએ દાવો કર્યો છે કે, ફિલ્મે એડવાન્સ બુકિંગ દ્વારા 100 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આટલું જ નહીં આ ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કર્યું છે.
એડવાન્સ બુકિંગ દ્વારા 100 કરોડની ક્લબ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેકર્સે દાવો કર્યો છે કે, ફિલ્મે એડવાન્સ બુકિંગ દ્વારા 100 કરોડનું કલેક્શન કર્યું છે. દિગ્દર્શક પ્રિયદર્શન દ્વારા નિર્દેશિત અને એન્ટની પેરામ્બાવૂરના બેનર હેઠળ નિર્મિત, આ ફિલ્મ મલયાલમ ઉપરાંત હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થઈ છે. આ એક્શનથી ભરપૂર ફિલ્મ અંગે મોહનલાલે ટ્વીટ કરીને કહ્યું છે કે, “મારક્કરને વિશ્વભરમાં 4100 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવશે. રોજના 16000 શો બતાવવામાં આવશે. આ સાથે પોસ્ટર પર એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ પહેલી ભારતીય ફિલ્મ છે, જે રિલીઝ પહેલા એડવાન્સ બુકિંગ દ્વારા 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
રીલિઝ પહેલા જ વિવાદમાં ફસાઇ અક્ષય કુમારની ફિલ્મ “પૃથ્વીરાજ”
જ્યારથી અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પૃથ્વીરાજ'નો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે, ગુર્જર તેમજ કરણી સેનાએ તેના પર ભારે વાંધો ઉઠાવ્યો છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં આ ફિલ્મને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે અને યશ રાજ ફિલ્મ નિર્માતાઓને પહેલાથી જ ચેતવણી આપવામાં આવી છે. આ ફિલ્મ સાથે જોડાયેલા કલાકારોને કરણી સેના તેમજ ગુર્જરો દ્વારા ધમકી આપવામાં આવી છે અને કહ્યું છે કે જો ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવશે તો તેમને ભારે નુકસાન સહન કરવું પડશે.