શોધખોળ કરો
#Metoo: અમાયરા દસ્તૂરે કહ્યું, - જેણે મારૂ જાતીયશોષણ કર્યું, તેનું નામ લેવાની હિમ્મત નથી, શક્તિશાળી લોકો છે!
1/3

અમાયરાએ કહ્યું જ્યાં સુધી હું સુરક્ષિત અનુભવ નહી કરૂ ત્યાં સુધી કોઈનું નામ નહી લઈશ. તેઓ જાણે છે કે તેઓ શું છે અને તેમણે શું કર્યું છે.
2/3

અમાયરાએ 2013માં બોલીવૂડ સફની શરૂઆત કરી હતી, બાદમાં તે મિસ્ટર એક્સ, કલાકંદી અને કંગ ફૂ યોગા જેવી ઘણી હિંદી ફિલ્મોમાં જોવા મળી હતી. જ્યારે અમાયરાને પુછવામાં આવ્યું કે તેને પણ પોતાના સફર દરમિયાન કાસ્ટિંગ કાઉચ અથવા જાતીયશોષણનો સામનો કરવો પડ્યો હતો. જેના જવાબમાં અમાયરાએ કહ્યું, મારે દક્ષિણ અથવા બોલીવૂડમાં કાસ્ટિંગ કાઉચનો સામનો નથી કરવો પડ્યો, પરંતુ જાતીયશોષણ થયું છે. તેનું નામ લેવાની મારામાં હિમ્મત નથી, કારણ કે તે ખૂબ શક્તિશાળી લોકો છે, જે મને લાચાર હોવાનો અહેસાસ કરાવતા રહે છે.
3/3

મુંબઈ: ભારતમાં #metoo અભિયાનની શરૂઆત કરનારી અભિનેત્રી તનુ શ્રી દત્તાની સાથે ઘણી અભિનેત્રીઓ આગળ આવી પોતાની સાથે થયેલા જાતીયશોષણના અનુભવો શેર કરી રહી છે. હવે અભિનેત્રી અમાયરા દસ્તૂરે કહ્યું તે પુરૂષ અને મહિલાના હાથે જાતીયશોષણનો શિકાર બની ચૂકી છે. અભિનેત્રી કહ્યું, તેની પાસે નામ લેવાની અને તેને શર્મસાર કરવાની હિમ્મત નથી.
Published at : 11 Oct 2018 05:31 PM (IST)
View More





















