જોકે નેતા, અભિનેતા, ક્રિકેટર બાદ હવે સેલિબ્રિટી કન્સલટન્ટ અને લેખક સુહેલ શેઠ પર મીટૂ કેમ્પેઈન અંતર્ગત ગંભીર આરોપ લાગ્યા છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, 4 મહિલાઓએ તેમના પર દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો છે. ચારમાંથી એકનું કહેવું છે કે ઘટનાના સમયે તે સગીર હતી, જ્યારે સુહેલે તેનું જાતીય સતામણી કરી હતી. અન્ય 2 મહિલાઓએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે.
2/3
નાના પાટેકર અને આલોક નાથને કારણ દર્શક નોટિસ મોકલવામાં આવી છે. આલોક નાથ પાસે 10 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. એક બાજુ નાનાને સિંટાએ, તો આલોક નાથને FWICEએ નોટિસ મોકલી છે.
3/3
નવી દિલ્હીઃ તનુશ્રી દત્તા દ્વારા નાના પાટેકર પર જાતીય સતામણીના આરોપ બાદ ભારતમાં #MeToo કેમ્પેઈન જોર પકડી રહ્યું છે. અત્યાર સુધી અનેક મહિલાઓ સામે આવીને આરોપ લગાવી ચૂકી છે. તેમાં નાના પાટેકર સહિત ચાર લોકો વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. નાના પાટેકર, વિવેક અગ્નિહોત્રી, વિકાસ બહલ, આલોક નાથ, રજત કપૂર અને વરૂણ ગ્રોવર જેવા અનેક નામ પર સવાલો ઉભા થયા છે.