મુંબઈઃ KWAN એન્ટરટેનમેન્ટ ફાઉન્ડિંગ મેનેજર અનિર્બાન દાસ પર પણ #MeToo અભિયાન અંતર્ગત જાતીય શોષણનો ગંભીર આરોપ લાગ્યો હતો. ત્યાર બાદ તેણે પોતાની જોબ ગુમાવી પડી હતી. પોતાના જીવનમાં આવેલ આટમા મોટા ફેરફાર અને બદમાનીથી પરેશાન અનિર્બાને શુક્રવારે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. અહેવાલ અનુસાર શુક્રવારે વાશી ટ્રાફિક પોલીસને જાણકારી મળી કે કોઈ વ્યક્તિ પુલથી કુદીને આત્મહત્યા કરવા જઈરહી છે તો પેલીસે ત્યાં શોધખોળ શરૂ કરી દીધી. આ ઘટના રાત્રે 12-30 કલાકની છે.
2/3
જ્યારે અનિર્બાન પુલના બેરિકેડ્સ પર ચડ્યા તો પોલીસે તેને પકડી લીધા. જાણકારી અનુસાર ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, તે રડી રહ્યા હતા, તે ખૂબ જ તણાવમાં લાગી રહ્યા હતા. અમે તેને પોલીસ સ્ટેશન લઈ ગયા અને ત્યાં પાણી પીવડાવ્યું. અમે પૂછ્યું શું વાત છે? ત્યારે તેણે જણાવ્યું કે, #MeToo અંતર્ગત લાગેલ આરોપને કારણે ખૂબ જ તણાવમાં છું અને તેનો પરિવાર બદનામીને કારણે પરેશાન છે.
3/3
તમને જણાવીએ કે, ચાર યુવતીઓએ અનિર્બાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યાર બાદ તેણે પોતાનું કામ છોડવું પડ્યું. એન્ટરટેનમેન્ટ અને માર્કેટિંગ કંપની KWAN જારી કરેલ એક નિવેદનમાં કહ્યું હતું કે, અમે અનિર્બાનને KWAN સાથે જોડાયેલ પોતાની ડ્યૂટીઝ, એક્ટિવિટીઝ અને તમામ જવાબદારી છોડવા માટે કહ્યું છે. અમારી સાથે જોડાયેલ તમામ જગ્યાએ આ નિર્ણય તાત્કાલીક ધોરણે લાગુ પડશે.