શોધખોળ કરો
મૃત્યુંના 7 વર્ષ પછી પણ આટલી કમાણી કરે છે માઈકલ જેક્સન, જાણો

લોસ એન્જલંસ: કોઈપણ વ્યક્તિનું મૃત્યું થયાના સાત વર્ષ બાદ તે વર્ષમાં 5523 કરોડની કમાણી કરતો હોય તો આપ તેને શું કહેશો. પરંતુ તે વ્યક્તિ ‘કિંગ ઓફ પોપ’ માઈકલ જેક્સન હોય તો આ વાત શક્ય છે. ફોર્બ્સ મેગેજીનની વાર્ષિક મૃતક સેલેબ્રીટીની લિસ્ટ મુજબ માઈકલ જેક્સને 12 મહિનામાં રેર્કોડ બ્રેકિગ 82.5 કરોડ ડૉલર(5523 કરોડ)ની કમાણી કરી. જેમાં સોની ATV મ્યૂઝિક પબ્લિકેશનમાં માઈકલ જેક્સના શેયર વહેંચી થયેલી કમાણી પણ સામેલ કરવામાં આવી છે. ફોર્બ્સ દ્રારા દર વર્ષે મૃતક સેલેબ્રિટીની લિસ્ટ જોહેર કરવામાં આવે છે, જેઓ હાલ પણ દર વર્ષ સારી કમાણી કરી રહ્યા છે. માઈકલ જેક્સનનું નિધન 2009 માં થયું હતું. ત્યારથી તેઓ માત્ર 2012ના વર્ષને બાદ કરતા આ ફોર્બ્સની યાદીમાં પ્રથમ ક્રમે છે. 2012 માં આ સ્થાન માઈકલ જેક્સનની સારી મિત્ર અભિનેત્રી એલિઝાબેથને મળ્યું હતું. 2016ની આ યાદીમાં એલિઝાબેથ ટેલર 16 ક્રમાંક પર છે. મૃતક સેલેબ્રિટીના આ લિસ્ટમાં બીજા ક્રમ પર પીનટ્સના રચયતા અને કાર્ટુનિસ્ટ ચાર્લ્સ એમ શુલ્ઝ છે. પરંતુ તેની અને માઈકલ જેક્સનની કમાણી ખૂબ જ અંતર છે, જ્યારે ત્રીજા સ્થાન પર ગોલ્ફ લીજેંડ આર્નલ્ડ પાલમેર છે.
વધુ વાંચો




















