શોધખોળ કરો
પાકિસ્તાનમાં પરફોર્મ કરવા મામલે મીકા સિંહે માંગી માફી, FWICEએ પ્રતિબંધ હટાવ્યો
જાણીતા સિંગર મીકા સિંહે પાકિસ્તાનના કરાચીમાં 8 ઓગસ્ટે પૂર્વ રાષ્ટ્રપતિ પરવેજ મુશરફના એક અરબપતિ સંબંધિની પુત્રીના લગ્નમાં પરફોર્મ કરવા ગયા હતા. જેના બાદ તેનો ભારે વિવાદ થયો હતો અને FWICEએ તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

મુંબઈ: પાકિસ્તાનના કરાચીમાં એક લગ્ન સમારોહમાં પરફોર્મ કરવા મામલે ગાયક મીકા સિંહે બુધવારે માફી માંગી હતી. તેના બાદ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) દ્વારા લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો છે. ઉલ્લેખનીય છે કે જાણીતા સિંગર મીકા સિંહે પાકિસ્તાનના કરાચીમાં 8 ઓગસ્ટે પૂર્વ રાષ્ટ્રપતિ પરવેજ મુશરફના એક અરબપતિ સંબંધિની પુત્રીના લગ્નમાં પરફોર્મ કરવા ગયા હતા. જેના બાદ તેનો ભારે વિવાદ થયો હતો અને FWICEએ તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. મીકા સિંહે FWICEના પદાધિકારીઓ સાથે આજે મીટિંગ કરી હતી અને પોતાની સ્પષ્ટા કરી હતી. બાદમાં કરાચીમાં પરફોર્મ કરવા માટે માફી માંગી હતી. મીકાએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું કે તેઓ પોતાની ભૂલ સ્વીકારે છે અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરે અને પાકિસ્તાનમાં પણ ક્યારેય પરફોર્મ નહીં કરે. તેમણે કહ્યું કે આ ભૂલ માટે તે દેશવાસીઓ, મીડિયા અને તમામ ફેન્સ તથા FWICE ની માફી માંગે છે.
વધુ વાંચો




















