શોધખોળ કરો
આ સાંસદે મા દુર્ગાના ગીત પર કર્યો જબરદસ્ત ડાંસ, Video થયો વાયરલ
નુસરત જહાં અને મિમિ ચક્રવર્તી બંને સાંસદ બન્યા ત્યારથી સંસદથી લઇને રોડ સુધીની ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે.
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાની રોનક જોવા લાયક હોય છે. આ મહાપર્વના શરૂ થતાના થોડા દિવસો પહેલા લોકસભા સાંસદ નુસરત જહાં અને મિમી ચક્રવર્તીએ મા દુર્ગાના ગીત પર ડાંસ પણ કર્યો છે. બંને સાંસદોનો આ વીડિયો વાયરલ થઈ રહ્યોં છે. આ ગીતને યૂટ્યૂબ પર 9 લાખથી વધુ વાર જોવાઈ ચુંક્યો છે. ત્યાં જ ફેસબુક પર આ વીડિયોને 10 લાખથી વધુ વ્યુઝ મળ્યા છે.
નુસરત જહાં અને મિમિ ચક્રવર્તી બંને સાંસદ બન્યા ત્યારથી સંસદથી લઇને રોડ સુધીની ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. નુસરત બસીરહાટથી તૃણમૂલ કોંગ્રેસની સાંસદ છે, જ્યારે મિમિ જાદવપુર બેઠક પસંદ કરીને સંસદ પહોંચી છે. આ વીડિયો સૉન્ગ લોખંડ કંપની દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
રસપ્રદ વાત એ છે કે 16 સપ્ટેમ્બરના રોજ યૂટ્યુબ પર અપલોડ થયેલા આ ડાન્સ વીડિયોને અત્યાર સુધીમાં 9.6 લાખ વ્યૂ મળી ચૂક્યા છે, જ્યારે ફેસબૂક પર તેને 1.5 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. નુસરત જહાં અને મિમિ ચક્રવર્તી બંને બંગાળી લોકપ્રિય અભિનેત્રીઓ છે.
બંને સાંસદ બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત હીરોઈન પણ છે. આ બંનેની સાથે એક્ટ્રેસ સુભાશ્રી ગાંગુલી પણ ડાંસ કરતી નજરે આવી રહી છે. દુર્ગા પૂજાનું પર્વ 3થી 8 ઓક્ટબર સુધી ચાલશે. આ ગીતને ટોલીવુડ કંપોઝર ઈન્દ્રદીપ દાસ ગુપ્તાએ કંપોઝ કર્યું છે. જણાવી દઈએ કે નુસરતે થોડા દીવસ પહેલા જ એક બાંગ્લા ફિલ્મ સાઈન કરી છે.
ફિલ્મનું નામ અસૂર છે અને તેના નિર્દેશક પાવેલ છે. તેમણે જણાવ્યું કે ફિલ્મ અસુરની સ્ટોરી ત્રણ મિત્રોની આસપાસ ફરે છે. તેમાં તૃણમૂલ સાંસદ નુસરત જહાં સિવાય અભિનેતા અબીર ચટર્જી અને જીતને સાઈન કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement