7. આતિફ અસલમઃ આતિફ અસલમ એક સારા ગાયક છે જેના ગિત પાછળ લોકો દિવાના છે. આતિફ અસલમે હાલમાં જ ઘણાં ગિત માટે અરજીત સિંહને રિપ્લેસ કર્યા હતા.
2/8
6. ઇમરાન અબ્બાસઃ જાનિસાર અને ક્રિચર 3D જેવી ફિલ્મમાં કામ કરી ચૂકેલ ઇમરાન અબ્બાસને પણ ગેસ્ટ રોલ તરીકે ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલમમાં જોવા મળશે.
3/8
5. માવરા હોકેનઃ સનમ તેરી કસમ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કરનારી માવરાને ઘણાં મોટા પ્રોજેક્ટ્સ માટે સાઈન કરવામાં આવી છે.
4/8
4. રાહત ફતેલ અલી ખાનઃ રાહત ફતેહ અલી ખાન વિશે ભાગ્યે જ કોઈ જાણતું નહીં હોય. હાલમાં બોલીવુડનાં ઘણાં મોટા પ્રોજેક્ટ તેમના હાથમાં છે.
5/8
3. માહિરા ખાનઃ માહિરા ખાન પાકિસ્તાનની જાણાતી અભિનેત્રી છે. તે ટૂંકમાં જ શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ રઈસમાં જોવા મળશે.
6/8
2. અલી જફરઃ અલી જફરે બોલીવુડની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે જેમ કે, મેરે બ્રધરકી દુલ્હન, તેરે બિન લાદેન અને લંડન પેરિસ ન્યૂયોર્ક. સૂત્રોનું માનીએ તો તે ગૌરી શિંદેની આવનારી ફિલ્મ ડિયર જિંદગીમાં શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટની સાથે જોવા મળશે.
7/8
1. ફવાદ ખાનઃ ફવાદ ખાનને ફિલ્મ ખૂબસૂરતથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી અને હાલમાં તે કરણ જૌહરના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ એ દિલ એ મુશ્કિલ રિલીઝ થવાની છે. સમાચાર એ પણ છે કે, તે ટૂંકમાં જ કૈટરનાની સાથે અન્યએક ફિલ્મમાં જોવા મળશે જને સલમાન ખાન પ્રોડ્યુસ કરી રહ્યા છે.
8/8
મુંબઈઃ ભારત-પાક વચ્ચેના તણાની અસર હવે તમામ ક્ષેત્રે જોવા મળી રહી છે. દરેક વખતની જેમ જ આ વખતે પણ તણાવની વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ પાકિસ્તાનન કલાકારોને ધમકી આપી છે. રાજ ઠાકરેએ ધમકી આપી છે કે, હાલમાં બોલીવુડમાં કામ કરતા તમામ પાકિસ્તાન કલાકારો ભારત છોડીને પાકિસ્તાન ચાલ્યા જાય. MNSની આ ધમકી પાકિસ્તાનના આ કલાકારોએ પાકિસ્તાન પરત ફરવું પડશે!