શોધખોળ કરો
બ્રહ્માસ્ત્ર ફિલ્મને લઈને આ એક્ટ્રેસે કર્યો મોટો ધડાકો, કહ્યું- અમિતાભ બચ્ચનને જોઈને મને.....
ફિલ્મમાં મૌની રોય વિલનની ભૂમિકામાં છે. તેણે ખુલાસો કરતાં કહ્યું કે, એક વિલેનના કિરદારમાં ઢળવા માટે તમારે તમારા દુશ્મન પ્રત્યે નફરત અને બદલાની ભાવના પેદા કરવી પડે છે.
![બ્રહ્માસ્ત્ર ફિલ્મને લઈને આ એક્ટ્રેસે કર્યો મોટો ધડાકો, કહ્યું- અમિતાભ બચ્ચનને જોઈને મને..... mouni roy navel showing rage to amitabh bachchan brahmastra difficult બ્રહ્માસ્ત્ર ફિલ્મને લઈને આ એક્ટ્રેસે કર્યો મોટો ધડાકો, કહ્યું- અમિતાભ બચ્ચનને જોઈને મને.....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/28075922/mouni-roy-amitabh-bacchan.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ટીવી સીરિયલ નાગિનથી જાણીતી થયેલએક્ટ્રેસ મૌની રોય હવે બોલિવૂડ તરફ વળી છે. અક્ષય કુમાર સાથે ગોલ્ડ ફિલ્મથી ડેબ્યૂ કર્યા બાદ એક્ટ્રેસે અનેક નવા મોટા પ્રોજેક્ટ્સ સાઈન કર્યા છે. ટૂંકમાં જ એક્ટ્રેસ કરણ જૌહરની ફિળ્મ બ્રહ્માસ્ત્રમાં પણ જોવા મળશે. આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન સ્ટારર આ ફિલ્મને હાલમાં જ એક્ટ્રેસે પોતાના અનુભવ શેર કર્યા.
ફિલ્મમાં મૌની રોય વિલનની ભૂમિકામાં છે. તેણે ખુલાસો કરતાં કહ્યું કે, એક વિલેનના કિરદારમાં ઢળવા માટે તમારે તમારા દુશ્મન પ્રત્યે નફરત અને બદલાની ભાવના પેદા કરવી પડે છે. પરંતુ ફિલ્મમાં મારા વિરુદ્ધમાં અમિતાભ બચ્ચન હતા. હવે હું એને નાનપણથી જોતી આવી છું અને મારા આદર્શ માનું છું. એને જોઈને ખુદ મારો પરસેવો છુટી જાય તો પછી એની પ્રત્યે મારે કઈ રીતે દુશ્મની ઉભી કરવી. ખુબ ડર લાગતો અને આ કિરદાર મારા માટે ખુબ મુશ્કેલ હતો. મૌનીએ કહ્યું આ ફિલ્મમાં તમને મારો એક અલગ જ લૂક જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે મૌની હવે મેડ ઈન ચાઈનામાં પણ રાજકુમાર રાવની સાથે જોવા મળવાની છે. એક ગીત પણ રિલીઝ થઈ ચૂક્યું છે. આ ગીતમાં મૌની રોય સાથે રાજકુમાર પણ જબરજસ્ત ડાન્સ કરતો દેખાય છે. આ ગીતમાં નેહા કક્કડ અને દર્શ રાવલનો અવાજ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)