ઉલ્લેખનીય છે કે બૉલીવુડની હૉટ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ સ્ટાર અભિનેતા નાના પાટેકર પર ગંભીર આરોપ લગાવ્યો છે કે નાના પાટેકર મહિલાઓ પ્રત્યે ખરાબ વર્તન કરે છે. વળી, હીરોઇનોને શૂટિંગના સેટ પર મારતા પણ હતા.
2/5
3/5
ટાઇમ્સ નાઉને આપેલા ઇન્ટરવ્યૂમાં નાના પાટેકરે જણાવ્યું કે, ‘તનુશ્રી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે અને ફિલ્મના સેટ પર હાજર લોકોને પણ તેને પૂરો સપોર્ટ છે. નાના પાટેકરે કહ્યું કે, ‘શારીરિક શોષણથી તમારો શું મતલબ છે? જણાવી દઉં કે તે સમયે સેટ પર મારી સાથે 50 થી 100 લોકો હાજર હતા અને હવે હું આ મુદ્દે કાયદાકીય કાર્યવાહી કરીશ, લોકો કંઈ પણ કહે હું મારું કામ ચાલુ રાખીશ’
4/5
મુંબઈ: બૉલીવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર લગાવેલા ગંભીર આરોપથી ફિલ્મ જગતમાં હંગામો મચી ગયો છે. ત્યારે આખરે આ મામલે નાના પાટેકરે મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે હવે આ મામલો કોર્ટમાં જશે અને તેઓ તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે. નાના પાટેકરે તનુશ્રીના આરોપને પાયા વિહોણા ગણાવતા આ મામલો કોર્ટમાં લઈ જવા કહ્યું છે.
5/5
તનુશ્રીએ 10 વર્ષ જુના એક કિસ્સાનો ઉલ્લેખ કરતાં 2008માં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન પોતાની સાથે જબરદસ્તી કરવાનો આરોપ લગાવ્યો હતો. તનુશ્રીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે "નાના પાટેકર સેટ પર મારી સાથે ઇન્ટીમેટ સિક્વન્સ સીન કરવા ઇચ્છતા હતા. તેમને મને બાહોમાં લીધી અને ધક્કો પણ માર્યો હતો. આ બધુ ગીતનો ભાગ ન હતો તેમ છતાં તેમને આમ કર્યુ હતું."