શોધખોળ કરો
Drugs Case: જાણીતી કોમેડિયન ભારતી સિંહના ઘરે NCBના દરોડા, ઘરેથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો
એક પેડલરે તેની પૂછપરછ દરમિયાન ભારતી અને હર્ષ લિંબાચીયાના નામ લીધા હતા.

નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ (NCB)‘ધ કપિલ શર્મા શૉ’ની કૉમેડિયન ભારતી સિંહના ઘરે રેડ પાડી છે. સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બોલીવિડ સાથે સંબંધિત ડ્રગ્સના અનેક કેસમાં અત્યાર સુધી ચોંકાવનારા નામ સામે આવ્યા છે અને તેમાં હવે નવુ નામ સામેલ થયુ છે કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાનું. NCBના સુત્રોના જણાવ્યા અનુસાર પતિ-પત્ની બંને ઉપર ડ્રગ્સ લેવાનો આરોપ છે. ડ્રગ્સ પેડલર્સ પાસેથી મળેલી ગુપ્ત માહિતી બાદ ટીવી એક્ટ્રેસ અને કોમેડિયનના ફ્લેટ પર NCBએ રેડ પાડી છે. સૂત્રોના જણાવ્યા મુજબ એક પેડલરે તેની પૂછપરછ દરમિયાન ભારતી અને હર્ષ લિંબાચીયાના નામ લીધા હતા જેને પગલે એનસીબીએ દરોડા હાથ ધર્યા હતા. તેમના ઘરમાંથી ગાંજો મળી આવ્યો હતો.
સમયે ભારતીના ઘરે રેડ પાડવામાં આવી ત્યારે ત્યારે ભારતી અને તેનો પતિ ઘરમાં જ હતા. ભારતી અને તેના પતિની પૂછપરછ કરવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને હવે આગામી સમયમાં ક્યારે ભારતી સિંહ અને તેમના પતિ NCB સામે હાજર થાય છે એ જોવાનું રહેશે. ભારતી અને હર્ષ લિંબાચીયાના નિવાસે દરોડા પાડવાની સાથે એનસીબીએ ત્રણ અલગ અલગ સ્થળે અંધેરી, લોખંડવાલા અને વરસોવામાં પણ દરોડા પાડ્યા હતા.Narcotics Control Bureau conducts a raid at the residence of comedian Bharti Singh in Mumbai: NCB#Maharashtra
— ANI (@ANI) November 21, 2020
વધુ વાંચો





















