પ્રિયંકા ચોપરા સ્વિત્ઝર્લેન્ડમાં હનીમૂન બાદ તેની આગામી ફિલ્મ સ્કાઇ ઇઝ પિંકના શૂટિંગમાં વ્યસ્ત થઈ જશે. જે બાદ જાન્યુઆરી 2019ના અંતમાં લોસ એન્જેલિસમાં પાર્ટી આપશે.
2/4
ન્યૂયોર્કઃ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે 19 ડિસેમ્બર, 2018ના રોજ મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કર્યું છે. જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના દિગ્ગજો સહિત પ્રિયંકાનો એક્સ બોયફ્રેન્ડ પણ સામેલ થયો હતો. મુંબઈમાં શાનદાર રિસેપ્શન બાદ હવે ન્યૂલી વેડ કપલ મિત્રો માટે લોસ એન્જેલિસમાં રિસેપ્શન આપશે. જેમાં હોલીવુડના અનેક મોટા સ્ટાર્સ સામેલ થશે.
3/4
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રિયંકાની ટીમ હાલ રિસ્પેશન માટે સ્થળ શોધી રહી છે અને થોડા જ દિવસમાં સ્થલ નક્કી કરી દેવામાં આવશે, આ ઇવેન્ટમાં પ્રિયંકાના નજીકના મિત્રો સામેલ થવાની સંભાવ છે. કેરી વોશિંગ્ટન, ડ્વેન જોનસન અને મેઘાન માર્કલનું નામ પણ સામેલ છે.
4/4
પ્રિયંકા-નિકે દિલ્હીમાં આપેલા રિસેપ્શનમાં પીએમ મોદીએ પણ હાજરી આપી હતી.