શોધખોળ કરો
Advertisement
અજય દેવગન-કાજોલની પુત્રીની આ તસવીર પહેલા નહીં જોઈ હોઈ, બર્થ ડે પર કાજોલે પ્રથમવાર કરી શેર
નીસા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે અને તેની તસવીરો ઘણી પસંદ કરવામાં આવે છે.
મુંબઈઃ અજય દેવગન અને કાજોલની પુત્રી નીસા દેવગન 20 એપ્રિલે 17 વર્ષની થઈ હતી. જેને લઈ તેની માતા કાજોલ થોડી ઈમોશનલ થઈ હતી. તેણે નીસાના બાળપણની કેટલીક ન જોયેલી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
કાજોલે જૂની તસવીરોનો એક વીડિયો બનાવીને પોસ્ટ કર્યો છે અને તેની સાથે મેસેજ લખ્યો કે, લગભગ પુખ્ત. 17 વર્ષથી મારા દિલનો ખાસ હિસ્સો. દુનિયાની સૌથી ખૂબસુરત છોકરીને જન્મદિવસ મુબારક. નીસા સિંગાપુરમાં ભણે છે. કોરોના વાયરસના પ્રકોપના કારણે તેની સ્કૂલ બંધ છે અને માર્ચના અંતમાં જ મુંબઈ પરત ફરી છે.
જે બાદ કાજોલે નીસાને કોવિડ-19નું સંક્રમણ થયું હોવાની અફવા ઉડી હોવાની વાતનું ખંડન કર્યુ હતું. તેણે કહ્યું, નીસા બિલકુલ સ્વસ્થ છે. તેના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી અફવા અસત્ય અને પાયાવિહોણી છે. નીસા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે અને તેની તસવીરો ઘણી પસંદ કરવામાં આવે છે. જોકે અનેક વખત તેણે ટ્રોલિંગનો શિકાર બનવું પડે છે. નીસાને ટ્રાવેલિંગનો શોખ છે અને કોમેડી ફિલ્મો પસંદ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement