શોધખોળ કરો
Advertisement
ના કોર્ટ, ના ચૂંટણી પંચ, આ કારણે અટકી પડી છે વિવેક ઓબેરોયની ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'ની રિલીઝ
મુંબઇઃ પીએમ મોદીના રાજકીય જીવન પર બનેલી ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' ચર્ચાઓમાં છે. ફિલ્મનુ શૂટિંગ લગભગ 39 દિવસો પુરુ કરી લીધુ છે. આને લોકસભા ચૂંટણી પહેલા 5 એપ્રિલે રિલીઝ પણ કરવામાં આવનારી હતી. પણ રિલીઝના ઠીક બે દિવસ પહેલા જ નિર્માતાઓએ રિલીઝની ડેટને બદલી નાંખી છે. રિલીઝ ડેટ કેમ બદલવામાં આવી, એક રિપોર્ટમાં આના ખુલાસાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
એક મીડિયા રિપોર્ટમાં બતાવવામાં આવ્યુ છે કે, સેન્સર બોર્ડ તરફથી ફિલ્મને લેખિતમાં સર્ટિફિકેશન ન હતુ મળી શક્યુ. આ કારણએ ફિલ્મની રિલીઝ ડેટ એક અઠવાડિયા આગળ ધકેલવી પડી.
રિપોર્ટ અનુસાર, નિર્માતાઓએ સેન્સરમાં સૂચવેલા 4 કટની સાથે ફિલ્મ સબમીટ કરી દીધી હતી. પણ હજુ સુધી ફિલ્મને સેન્સરમાંથી સર્ટિફિકેટ નથી મળ્યુ. આ વિશે મેકર્સે CBFCના રિઝનલ ઓફિસરને કેટલાય ફોન કૉલ્સ અને મેસેજ પણ કર્યા, તેમના તરફથી કોઇ જવાબ નથી આવ્યો.
મીડિયા સાથેની વાતચીતમાં વિવેક ઓબેરોયે કહ્યું હતું કે, મારી ફિલ્મને કોર્ટ તરફથી કે ચૂંટણી પંચ તરફથી કોઇ આપત્તિ નથી તો ફિલ્મનો વિરોધ કેમ થઇ રહ્યો છે. નોંધનીય છે કે, ફિલ્મનું નિર્દેશન ઓમંગ કુમાર કરી રહ્યાં છે, જ્યારે આના નિર્માતાઓમાં સંદિપ સિંહ અને સુરેશ ઓબેરોય સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement